મોરબી : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે લોકડાઉન-4ના નીતિ નિયમો જાહેર કરી દીધા છે. જેમાં લોકડાઉન -4 નોન કન્ટેઇનમેન્ટ ઝોન માટે અતિ હળવું હોવાનું ધ્યાને આવ્યું છે. આ ઝોનમાં પાન- બીડીની દુકાનો સહિતની તમામ દુકાનો શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે. જોકે મોરબી જિલ્લામાં પાન માવા ચા સિવાયની તમામ દુકાનો પર પહેલાથી જ છૂટ અપાયેલી છે. અને રાજ્ય સરકારની જાહેરાત મુજબ કાલ મંગળવારથી પાન,માવા અને ચાની દુકાનો પણ ખોલી શકાશે. જોકે આ અંગેના નિયમો સાથેનું ઓફિસયલી જાહેરનામું મોરબી જિલ્લા કલેકટર દ્વારા કાલ સવારે બહાર પડાય તેવી શક્યતાઓ છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે લોકડાઉન -4 ની ગાઈડલાઈન જાહેર કરી છે. જેની અમલવારી આવતીકાલે મંગળવારથી થવાની છે. તેઓએ જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં કન્ટેઇનમેન્ટ અને નોનકન્ટેઇનમેન્ટ એમ બે ઝોન હશે. આ બન્ને ઝોન પોઝિટિવ કેસની સંખ્યાના આધારે અપડેટ થતા રહેશે. કન્ટેઇનમેન્ટ ઝોનમાં બધા પ્રતિબંધો યથાવત રાખવામાં આવ્યા છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide