હાલ મોરબી જીલ્લામાં રોડના કામો ધીમા ચલાવતા અથવા તો નબળી કામગીરીના રોડ થતા હોવાની ફરિયાદી ઉઠી હોય જેને પગલે જીલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેને અધિકારીઓ સાથે બેઠક પર અટકેલા કામો શરુ કરવા અને નબળી કમગીરી કરનાર સામે પગલા લેવામાં આવશે તેવી સુચના આપી હતી
મોરબી જીલ્લાના બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરિયા એ જીલ્લા પંચાયતના બાંધકામ વિભાગના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રોડના અઘૂરા કામો વહેલી તકે થાય અને સારું કામ થાય તે માટે સુચના આપવામાં આવી હતી જેમાં ચાલુ કામો સારા કરવા માટે સૂચના આપી તેમજ મેઘપર દેરાળા રોડ માટે માળિયા તાલુકાના સરપંચો,માળીયા તાલુકાના પ્રમુખ મણિલાલ સરડવા,જિલ્લા ભાજપ મહામંત્રી બાબુભાઇ હુંબલ તેમજ અન્ય આગેવાનો સાથે રહ્યા હતા અને ડીડીઓને રજૂઆત કરવામાં આવી હતી
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide