મોરબીમાં ૨૩ માર્ચ શહીદ દિન નિમિતે નીલકંઠ વિધાલય દ્વારા “શહીદ સ્મૃતિ રેલી” યોજાશે

0
58
/

હાલ મોરબીની નીલકંઠ વિધાલય દ્વારા તા. ૨૩ માર્ચ શહીદ દિવસ નિમિતે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમનું સર્જન કરવા “શહીદ સ્મૃતિ રેલી” નું આયોજન કરવામાં આવ્યું છે જે રેલીમાં નીલકંઠ વિદ્યાલયના ધો ૫ થી ૧૧ ના વિદ્યાર્થીઓ આપણા ભારત દેશની આઝાદીમાં મહામૂલ્ય ફાળો આપનાર ૭૫ જેટલા ક્રાંતિકારીઓની વેશભૂષામાં જોવા મળશે અને તેમની દેશ પ્રત્યેની નિષ્ઠા,ત્યાગ તેમજ તેમણે આપેલ અમૂલ્ય કુરબાની ની મોરબી ના લોકો ને સ્મૃતિ અપાવશે.

રેલી શહેરના મુખ્યમાર્ગો પર ફરી વળશે જે રેલીમાં ૨૦૦ વિદ્યાર્થીઓ આર્મી યુનિફોર્મમાં પરેડ કરશે અને ૫૦ વિદ્યાર્થીઓ નેવી અને ૫૦ વિદ્યાર્થીઓ એરફોર્સના યુનિફોર્મમાં પરેડમાં જોડાશે ઉપરાંત મોરબીના નિવૃત આર્મી ઓફિસર અને ક્રાંતિકારી સેના પણ રેલીમાં જોડાશે અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડશે

જે શહીદ સ્મૃતિ રેલીમાં નીલકંઠ વિધાલયના ૭૫૦ વિદ્યાર્થીઓ જોડાશે સાથે જ મોરબીની રાષ્ટ્રપ્રેમી સામાજિક સંસ્થાઓ પણ જોડાશે રેલી દરમીયાન ક્રાંતિકારીઓએ આપેલ નારા, સંદેશ અને તેમના વિચારોની રજૂઆત વિવિધ રીતે કરવામાં આવશે રેલી સવારે ૦૮ : ૩૦ કલાકે નીલકંઠ વિધાલય ખાતેથી શરુ કરવામાં આવશે જેમાં રાષ્ટ્રપ્રેમી નાગરિકોને જોડાવવા માટે અપીલ કરવામાં આવી છે

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/