મોરબી જિલ્લામાં કોરોનાનો ફરી એક કેસ : ટંકારાના જયનગરના યુવકનો રિપોર્ટ પોઝિટિવ

0
173
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

યુવક અમદાવાદથી આવ્યો હતો : જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંકડો ચાર થયો

મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાનો વધુ એક કેસ નોંધાયો છે. જેમાં ટંકારાના જયનગરના એક યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ આરોગ્ય વિભાગે યુવકના સંપર્કમાં કોણ કોણ આવ્યા સહિતની ઉંડાણપુર્વકની તપાસ હાથ ધરી છે.

મોરબી જિલ્લામાં અગાઉ કોરોનાના ત્રણ કેસો નોંધાઇ ચુક્યા છે. આજે ચોથો કેસ સામે આવ્યો છે. ગઈકાલે જે પુલ સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાં અમદાવાદથી ટંકારાના જયનગરમા આવેલ ભાવેશભાઈ ભાગીયા ઉ.વ. 38નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે બાકીના 52 સેમ્પલ નેગેટિવ આવેલ છે. અને એક સેમ્પલ ટેકનિકલ કારણોસર રદ થયેલ છે.વધુમા મોરબીના વાવડી રોડ પરના પોઝીટીવ વૃધ્ધાના તમામ 4 ક્લોઝ કોન્ટેક્ટના રીપોર્ટ પણ નેગેટિવ આવેલ છે.

આજે જિલ્લામાં નવો એક પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. અમદાવાદથી આવેલ આ યુવક કોના કોના સંપર્કમાં આવ્યો હતો તે સહિતની તપાસ આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/