મોરબીના રંગપર ગામ નજીક ત્રિપલ અકસ્માત : બેના ઘટના સ્થળે મોત

0
247
/

પાણીના કેરબાના ફેરા કરતી બે બોલેરો સામસામી અથડાઈ, એક બોલેરોની નીચે બાઇક આવી જતા બન્ને બાઈકસવારે ઘટના સ્થળે જ દમ તોડ્યો

મોરબી : મોરબીના રંગપર ગામ પાસે આજે ત્રિપલ અકસ્માત નોંધાયો છે. જેમાં પાણીના કેરબાના ફેરા કરતા બે બોલેરો સામસામા અથડાયા હતા. જેમાંથી એક બોલેરોની નીચે આવી જતા બે બાઇકસવારોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

મોરબીના રંગપર ગામ નજીક પાણીના કેરબાના ફેરા કરતા બે બોલેરો પિક અપ સામસામે આવી ગયા હતા. અને બન્ને વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી. જેમાંથી એક બોલેરો પલટી મારી ખાડામાં ઘુસી ગઈ હતી. જ્યારે બીજી બોલેરો ત્યાથી પસાર થતા એક બાઇક ઉપર પડી હતી. આ બાઇકમાં મૂળ ઓરિસ્સાના બે શ્રમિકો જઈ રહ્યા હતા. આ બન્નેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ અંગે જાણ થતાં 108 તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/