મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર કુલ કેસ નો આંકડો 93 એ પહોંચ્યો !!

0
198
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર વર્તાયો છે. કારણકે ગઈ સાંજના અરસામાં એક સાથે 9 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેથી આજના કુલ કેસનો આંક 15એ પહોંચ્યો છે. અને અત્યાર સુધીના કુલ કેસ 93 થઈ ગયા છે. આમ જિલ્લો કોરોનાની સદીથી થોડો જ દૂર રહ્યો છે.

મોરબી જિલ્લામાં ગઈ સાંજ સુધીમાં 6 કેસ નોંધાયા હતા. ત્યારબાદ જામનગર લેબમાંથી આવેલા રિપોર્ટમાંથી 9 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેની વિગત જોઈએ તો 8 કેસ મોરબીના છે. એક કેસ વાંકાનેરનો છે. મોરબીના કેસોમાં યદુનંદન પાર્કમાં રહેતા વિશાલ અશ્વિનભાઈ ઉ.વ. 26, શક્ત શનાળામાં રહેતા મહેન્દ્રભાઈ છગનલાલ પંડ્યા ઉ.વ.45, વાવડી રોડ પર હોલની વાળી પાસે રહેતા શિવરામભાઈ મનસુખભાઇ ડાભી ઉ.વ. 29, પુનિતનગરમાં રહેતા બિપિનભાઈ પેથાપરા ઉ.વ. 30, વિદ્યુતપાર્કમાં રહેતા જોશનાબેન શાંતિલાલ કાસુન્દ્રા ઉ.વ.55, વણકરવાસમાં રહેતા સનતભાઈ ચકુભાઈ મકવાણા ઉ.વ.54 અને શનાળા રોડ ઉપર વિઠલનગરમાં રહેતા ભીમજીભાઈ મોહનભાઇ રાઠોડ ઉ.વ.83, મોરબીમાં રહેતા સવિતાબેન પટેલ (ઉ.વ. 80) નો સમાવેશ થાય છે. જ્યારે વાંકાનેરમાં પ્રતાપચોકમાં રહેતા જય નવનિતભાઈ પંડિત ઉ.વ.27નો સમાવેશ થાય છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/