મોરબી જિલ્લામાં કોરોનાના કેસો વધતા 308 બેડની ક્ષમતા સાથેના કોવિડ કેર સેન્ટરો તૈયાર

0
280
/

મોરબી જિલ્લામાં કોરોનાના કેસો વધતા 308 બેડની ક્ષમતા સાથેના કોવિડ કેર સેન્ટરો સજ્જ કરાયા

કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને કોવિડ કેર સેન્ટરમાં ખસેડાશે : કોરોનાની સાથે ગંભીર બીમારીના દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલોમાં 160 બેડની વ્યવસ્થા

મોરબી : મોરબી જિલ્લો લોકડાઉન દરમિયાન ગ્રીનઝોનમાં હતો ત્યારે માત્ર એક કોરોનાનો કેસ હતો અને એ પણ રિવકર થઈ ગયો હતો.પણ જ્યારથી લોકડાઉન ખુલ્યું છે ત્યારથી જ મોરબી જિલ્લામાં સતત કોરોનાનો ગ્રાફ વધતો જ જાય છે.પહેલા દિવસના સરેરાશ 4 થી 5 અને હવે દરરોજ 10થી વધુ કેસો નોંધાઇ છે હવે મોરબી જિલ્લાના કોરોનાનો કુલ આંક 121 એ પહોંચ્યો છે.ત્યારે મોરબી જિલ્લામાં કોરોનાના સામાન્ય લક્ષણોના દર્દીઓની વાત કરીએ તો તંત્ર દ્વારા આ દર્દીઓ માટે કોરોના કેર સેન્ટરની સુવિધા ઉભી કરવામાં આવી છે.

મોરબી જિલ્લામાં કોરોનાના માઈલ સિમટમ્સ ધરાવતા દર્દીઓને કોરોના કેર સેન્ટરમાં સારવાર આપવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.જેમાં મોરબીના ધુંટુ ગામે આવેલ પોલિટેક સરકારી કોલેજના કોરોના કેર સેન્ટરમાં 60,હળવદના ચરાડવાની નર્સિંગ હોસ્ટેલમાં 48 ,વાંકાનેરની મોડલ સ્કૂલમાં 50 ,હળવદની મોડલ સ્કૂલમાં 50,માળીયાની નાની બરાર ખાતેની મોડલ સ્કૂલમાં 50 ,ટંકારાની વિરપર ગામે આવેલ નાલંદા વિધાલયમાં 50 દર્દીઓને સારવાર આપવા માટે સુવિધાઓ ઉભી કરવામાં આવેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/