મોરબી : જાહેરનામા ભંગ બદલ 21 લોકો સામે અટકાયતી પગલાં લેવાયા

0
83
/

મોરબી : સમગ્ર રાજ્ય સહિત મોરબી જિલ્લામાં કોરોના મહામારીને કારણે રાત્રે 8 વાગ્યા બાદ દુકાનો સહિતના ધંધાદારી વ્યવસાયો બંધ રાખવા તથા રાત્રે 10 વાગ્યાથી સવારે 05 વાગ્યા સુધી કર્ફ્યુના લાગુ થયેલા જાહેરનામાનો ભંગ કરતા વિવિધ ધંધાર્થીઓ સહિત કુલ 21 લોકો સામે કલમ 188 હેઠળ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે.

બુધવારે રાત્રે મોરબી સીટી એ.ડીવી.પો સ્ટે. વિસ્તારના જુના બસસ્ટેન્ડ રોડ પરથી 1, વાવડી ચોકડી પાસે સિઝન સ્ટોર મોડે સુધી ખુલ્લું રાખતા 1, ખોળની દુકાન મોડે સુધી ખુલ્લી રાખતા 1, વાવડી ચોકડી પાસે કરિયાણાની દુકાન તથા હેર કટિંગ સલૂન મોડે સુધી ખુલ્લી રાખતા 1-1, વાવડી રોડ સ્થિત ગણેશનગર પાસે ફૂટવેરની બે દુકાનો કર્ફ્યુ દરમ્યાન ખુલ્લી રાખતા 1-1, બાવરિયા પીરની દરગાહ પાસે પાનની દુકાન વધુ સમય ખુલ્લી રાખતા 1, કપિલા હનુમાન પાસે પાઉંભાજીની દુકાન કર્ફ્યુ દરમ્યાન ખુલ્લી રાખતા 1, સરદાર રોડ, ધરતી ટાવર પાસે મોબાઈલના 1 દુકાનદાર, જુના બસસ્ટેન્ડની બાજુમાં એકાઉન્ટની ઓફીસ ખુલ્લી રાખતા 1, આમ મોરબી સીટી એ.ડીવી. પો. સ્ટે. વિસ્તારમાંથી કુલ મળી 11 દુકાનદાર-ધંધાર્થીઓ સામે જાહેરનામા ભંગ બદલ ગુન્હો દાખલ કરેલ છે.

POLICE-A-DIVISON
(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/