મોરબી જિલ્લામાં ભૂકંપના કારણે મકાનોમાં પડી તિરાડો પડી હોવાનો અહેવાલ

0
145
/

મોરબી : મોરબી જિલ્લામાં આજે રાત્રે આવેલા ભૂકંપના બે આચકાના કારણે ઘણા મકાનોમાં તિરાડો પડી હોવાના અહેવાલો મળી રહ્યા છે. જેમાં મોરબી, ટંકારા અને વાંકાનેરમાં મકાનોને નુકસાન થયું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી જિલ્લામાં આજે રાત્રે 8:13 કલાકે ભૂકંપના બે આંચકા નોંધાયા હતા. જેના કારણે મોરબીના સામાકાંઠે આવેલ ઉમિયાનગરમાં અમુક મકાનમાં તિરાડો પડી હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ ટંકારાના આગેવાન બીપીનભાઈ પ્રજાપતિના ઘરમાં પણ મોટી તિરાડો પડી હોવાનું તેઓએ જણાવ્યું છે. આ સાથે વાંકાનેરમાં ભાટિયા સોસાયટીમાં પણ મકાનમાં તિરાડો પડી હોવાનું સામે આવ્યું છે. જ્યારે હળવદમાં કોઈ નુકસાન ન થયું હોવાનું ચીફ ઓફિસર અને તાલુકા વિકાસ અધિકારીએ જણાવેલ છે.

ટંકારા



વાંકાનેર 

 

 

 

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/