મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના શિક્ષણની કાળજી રાખતા શિક્ષકો

0
36
/
જી.સી.આર.ટી. અને યુનિસેફ દ્વારા તૈયાર કરવામાં આવેલું સાહિત્ય હોમ લર્નિંગ ઘરે શીખીએ સાહિત્ય, પાઠ્ય પુસ્તકો અને ડી.ડી. ગિરનાર ચેનલ પર પ્રસારીત થનાર શૈક્ષણિક પાઠોનું સમય પત્રક વિદ્યાર્થીઓને ઘરે-ઘરે પહોંચાડતા શિક્ષકો

મોરબી : કોરોના મહામારી વચ્ચે શાળાઓ ક્યારે ખુલશે? બાળકો ક્યારે શાળાએ આવશે? કેવી રીતે શાળાનું વ્યવસ્થાપન ગોઠવાશે? તેની સતત મથામણ ચાલે છે ત્યારે જીવનમંત્ર એક જ હોય “શાળાઓ બંધ હોઈ શકે પણ શિક્ષણ નહિ.” જ્યારે વેકેશન પૂરું થાય ત્યારે બાળકોનું શિક્ષણ ચાલુ થવું જોઈએ.

આ બાબતને ધ્યાને રાખીને જ બાળક દીઠ “ઘરે શીખીએ” અંતર્ગત જી.સી.આર.ટી દ્વારા યુનિસેફના સહયોગથી સુંદર સાહિત્ય ધોરણ 1 થી 8 નું તૈયાર કરવામાં આવ્યું છે. આ સાહિત્ય જૂન માસ સુધીનું તૈયાર કરવામાં આવેલ છે. જે વિદ્યાર્થીઓએ પોતાના મોટા ભાઈ-બહેન, વાલીની મદદથી શીખવાનું છે. તૈયાર કરવાનું છે. સમયાંતરે શિક્ષકો ફોન દ્વારા રૂબરૂ ઘરની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા રહેશે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/