મોરબી જીલ્લામાં એલસીબી દ્વારા બે અલગ અલગ જગ્યાએ દારૂની રેડ કરીને અંગ્રેજી દારૂનો જથ્થો બોટલ નંગ ૩૬૧૨ જેની કિંમત ૬,૫૫, ૨૦૦ તથા ક્વીડ ગાડી બે લાખ એમ કુલ ૮,૫૫,૨૦૦ નો મુદ્દામાલ પકડી પાડી કુલ પાંચ આરોપીઓ વિરૂધ્ધ બે ગુના નોંધવામાં આવ્યા છે
સમગ્ર ભારતમાં સરકાર દ્વારા લોકડાઉન કરેલ હોય જે લોકડાઉન દરમિયાન કોઇ ચોરીછુપીથી ગુનાહીત પ્રવૃતિ ન આચરે તે માટે પોલીસ અધિક્ષક ડો.કરનરાજ વાઘેલાએ એલસીબી પીઆઇ વી.બી.જાડેજાને સુચના આપી છે ત્યારે ઇશ્વરભાઇ કલોતરા તથા ભગીરથસિંહ ઝાલાને ખાનગીરાહે મળેલ હકિકત આધારે મોરબી તાલુકાના ખાખરાળા ગામના પાટીયા પાસેથી એક રેનોલ્ટ ક્વીડઝ કાર રજીસ્ટ્રેશ નં . GJ – 36L – 5810 વાળી માંથી ઇગ્લીંશ દારૂની બોટલ નંગ -૪૮ કી.રૂ .૧૪,૪૦૦ તથા ક્વીડઝ કાર કી.રૂ .૨,૦૦,૦૦૦ સાથે આરોપી રાજપાલસિંહ અશોકસિંહ જાડેજા રહે.મોરબી -૨ , વિષ્ણુ તનગર તથા અર્જુ નસિંહ શક્તિસિંહ જાડેજા રહે.મોરબી -૨ , રામકૃષ્ણનગર વાળાને પકડી પાડી બન્ને આરોપીઓની પુછપરછ દરમ્યાન આ અંગ્રેજી દારૂનો જથ્થો નિર્મળસિંહ મંગળસિંહ ઝાલા રહે . મોટા દહિસરા વાળાએ આપેલ હોવાનું જણાવતા તેનું નામ ખોલી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આ ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધાયો છે
મોટા દહિસરા ગામના અજયસિંહ ભાવુભા જાડેજા અને હરદેવસિંહ ભાવુભા જાડેજા એમ બન્ને ઇસમો નિર્મળસિંહ મંગળસિંહ ઝાલા રહે.મોટા દહિસરા તા.માળીયા મિ.ના કબજા ભોગવટા વાળા મોટા દહિસરા ગામના દરબારગઢમાં આવેલ મકાનમાં અંગ્રેજી દારૂનો જથ્થો મંગાવી તેનું વેચાણ કરતા હોવાની પ્રવૃત્તિ ચાલુ હોય ત્યા જઇ રેઇડ કરતા મકાનમાથી અંગ્રેજી દારૂની અલગ અલગ બાન્ડની કુલ બોટલ નંગ- ૩૫૬૪ જેની કિંમત ૬,૪૦,૮૦૦નો માલ મળી આવ્યો હતો જેથી ઉપરોક્ત ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ ગુનો માળીયામાં ગુનો નોંધાવેલ છે આમ બે રેડમાં ૩૬૧૨ બોટલ દારૂ તેમજ મુદામાલ મળીને ૮,૫૫,૨૦૦નો મુદ્દામાલ પકડી પાડી કુલ પાંચ આરોપીઓ વિરૂધ્ધ બે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના રજીસ્ટર કરાવેલ
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide