મોરબીમાં છૂટછાટ મળતા જ તમાકુની હોલસેલ દુકાને લોકોની ભીડ ઉમટી

0
194
/

ભીડને રોકવા પોલીસે દુકાનો બંધ કરાવવાની ફરજ પડી હતી

કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકડાઉન ૪ ના નિયમોની છૂટછાટ બાદ આજે મોરબી જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જેમાં પાન માવાની દુકાનો ખોલવાની મંજુરી મળતા જ હોલસેલ દુકાનોએ લોકોની લાઈનો લાગી હતી અને વધતી ભીડને રોકવા પોલીસે દુકાનો બંધ કરાવવાની ફરજ પડી હતી

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ લોકડાઉનના અગાઉના 3 તબક્કા દરમિયાન પાનમાવાની દુકાનો બંધ રહી હોય જેથી વ્યસનીઓ મુશ્કેલીમાં મુકાયા હતા અને લોકડાઉન ૪ માં આખરે પાનમાવા વેચાણની છૂટ મળતા જ આજે હોલસેલ દુકાનદારોએ દુકાનો ખોલી હતી જેમાં મોરબીના પરાબજારમાં આવેલ તમાકુ સહિતનું વેચાણ કરતા હોલસેલર દ્વારા દુકાનો ખોલતા જ લોકોની લાઈનો લાગી હતી જેને પગલે તુરંત પોલીસે દોડી જવું પડ્યું હતું તો વધુ ભીડ એક સ્થળે એકત્ર થતી હોય જેથી કોરોના સંક્રમણ ફેલાવવાનો ભય હોય જેથી વધતી ભીડ રોકવા માટે પોલીસે આખરે દુકાનો જ બંધ કરાવી હતી  તો આજે તમાકુની દુકાનો પર પુરુષો જ નહિ પરંતુ મહિલાઓએ પણ લાઈનો લગાવી હતી

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/