મોરબી જિલ્લામાં વધુ 11 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા

0
95
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

કુલ 183 કેસમાંથી 102 દર્દીઓ થયા સાજા, હાલ 70 કેસ એક્ટિવ

મોરબી : મોરબી જિલ્લામાં આજે વધુ 11 દર્દીઓએ કોરોના સામેનો જંગ જીતીને ઘરવાપસી કરી છે. આમ જિલ્લામાં સાજા થનાર દર્દીઓની સંખ્યા 102એ પહોંચી ગઈ છે. જ્યારે હજુ 70 દર્દીઓ આઇસોલેટ થઈને કોરોના સામેનો જંગ લડી રહ્યા છે.

મોરબી જિલ્લામાં આજે કોરોનાના 9 પોઝિટિવ કેસો નોંધાયા છે. જેની સામે 11 દર્દીઓએ કોરોનાને મ્હાત પણ આપી છે. મોરબીમાં સાવસર પ્લોટના 83 વર્ષીય પુરુષ ચંદ્રેશનગરના 37 વર્ષીય પુરુષ, જુના મકનસરના 26 વર્ષીય પુરુષ, રવાપર રોડ પર શ્રી રામ વિજય સોસાયટીના 55 વર્ષીય મહિલા અને 57 વર્ષીય પુરુષ તેમજ હળવદના નાના ધનાળાના 50 વર્ષીય મહિલા, 30 વર્ષીય પુરુષ, ધનાળાના દરગાહ પાસેના 60 વર્ષીય પુરુષ, રબારીવાસની 9 વર્ષીય બાળકી તથા ટંકારાના 23 વર્ષીય પુરુષ અને નેકનામના 60 વર્ષીય મહિલા રિકવર થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/