મોરબીના વિદ્યુત સ્મશાનના વિવાદનો ઉકેલ, હવે કોરોના દર્દી માટેની અનામત ભઠ્ઠીનું સંચાલન પાલિકા કરશે

0
63
/

વિદ્યુત સ્મશાનના ટ્રસ્ટની બેઠકમાં લેવાયો નિર્ણય : કોરોનાના દર્દીની અંતિમવિધિ માટે અલગ ગેટથી એન્ટ્રી મળશે

મોરબી : મોરબીના વિદ્યુત સ્મશાનમાં કોરોનાના દર્દીની અંતિમ વિધિ માટે આનાકાની કરાયા બાદ સર્જાયેલો વિવાદ હવે સમ્યો છે. સ્મશાનના ટ્રસ્ટની બેઠકમાં કોરોનાના દર્દીઓ માટેની અનામત ભઠ્ઠીનું સંચાલન પાલિકાને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મોરબીમાં કોરોનાના દર્દીનું મોત નિપજ્યા બાદ લીલાપર રોડ ઉપર આવેલા વિદ્યુત સ્મશાનમાં અંતિમવિધિ કરવા દેવામાં આવી ન હતી. જો કે ત્યારબાદ જિલ્લા કલેકટરે આ મામલે લેખિત સૂચના આપી હોવા છતાં ગઈકાલે ફરી કોરોનાના દર્દીની અંતિમવિધિ કરવા માટે સ્થાનિકોને વિરોધને પગલે આનાકાની કરવામાં આવી હતી. જેથી વિવાદ સર્જાયો હતો. જેને પગલે શાંતિધામ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓની આજે બેઠક મળી હતી.

આ બેઠકમાં ટ્રસ્ટના પ્રમુખ કરશનભાઈ આદ્રોજા, ટ્રસ્ટી બેચરભાઈ હોથી, પરેશભાઈ પટેલ, વેલજીભાઈ પટેલ, હીંમતભાઈ પંડિત, ભરતભાઇ કારીયા અને પાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે કોરોનાના દર્દીઓ માટે સ્મશાનમાં જે બીજા નંબરની ભઠ્ઠી અનામત રાખવામાં આવી છે. તેનું સંચાલન પાલિકા કરશે. ઉપરાંત કોરોનાના દર્દીની અંતિમવિધિ માટે પ્રવેશ અલગ ગેઇટથી આપવામાં આવશે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/