મોરબી જિલ્લાને સાંસદ સીટ ફાળવવા અંગે તથા ટંકારાને પાલિકાનો દરરજો આપવાની માંગ

0
73
/

જાગૃત નાગરિકે મુખ્યમંત્રીને રજુઆત કરી

મોરબી : મોરબી જિલ્લાને સ્પર્શતા વિવિધ મુદા અંગે જાગૃત નાગરિક હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી હતી. જેમાં મોરબી જિલ્લાને અલગથી સાંસદ સીટ ફાળવવા તથા ટંકારાને નગરપાલિકાનો દરરજો આપવાની માંગ કરી હતી.

રજુઆતમાં તેમણે જણાવ્યું હતું કે મોરબી જિલ્લો બન્યાને પાંચ વર્ષથી વધુ સમય થઇ ગયો છે. પરંતુ હજુ સુધી મોરબી જિલ્લામાં માળખાકીય સુવિધાઓ સહિતના અનેક પ્રશ્નો અધ્ધરતાલ છે. મોરબી જિલ્લાના રેલવે, એરપોર્ટ, પાસપોર્ટ સહિતના કેન્દ્ર સરકારને સ્પર્શતા પ્રશ્નોના નિરાકરણ માટે રાજકોટ, કચ્છ અને જામનગરના સાંસદો ઉપર નિર્ભર રહેવું પડે છે. આ પ્રશ્નોની રજુઆત કરવા માટે કચ્છના સાંસદનું કાર્યાલય ભુજ ખાતે હોવાથી તેમને રૂબરૂ મળવા જવા માટે 150 કિમીનું અંતર કાપવું પડે છે. તેથી, મોરબી જિલ્લાના રેલવે, એરપોર્ટ, પાસપોર્ટ સહિતના કેન્દ્ર સરકારને સ્પર્શતા પ્રશ્નોના નિરાકરણ માટે મોરબી જિલ્લાને અલગથી સાંસદ સીટ ફાળવે તેવી માંગ કરી હતી.

વધુમાં, તેમણે જણાવ્યું હતું કે મોરબી જિલ્લાનો ટંકારા તાલુકો વિશ્વ વિભૂતિ સ્વામી દયાનંદની જન્મભૂમિ છે. આથી, દેશ વિદેશમાંથી અસંખ્ય લોકો ટંકારાની મુલાકાત લેતા હોય છે. તેથી, ટંકારામાં પ્રાથમિક સુવિધાઓની જરૂરિયાતો પૂરી કરવા માટે ટંકારાને નગરપાલિકાનો દરરજો આપવો જરૂરી છે. જો કે ટંકારા યાત્રાધામ હોવાથી સરકારના વિભાગ યાત્રાધામ વિકાસ બોર્ડ ટંકારાને ડેવલપ કરવા પ્રયત્નશીલ છે. ત્યારે ટંકારાને નગરપાલિકાનો દરરજો આપવામાં આવે તો ટંકારામાં પણ આજના હરીફાઈના યુગમાં તેજ ગતિએ વિકાસ થશે. તેથી, સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને ખરા અર્થમાં મૂર્તિમંત કરવાની મુખ્યમંત્રીને રજુઆત કરેલ છે.

(રિપોર્ટ રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/