મોરબી જિલ્લાના પશુપાલકો જોગ : I-Khedut પોર્ટલ ઉપર 14 જુલાઈ સુધી અરજી કરી શકાશે

0
42
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : પશુપાલન ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા વર્ષ 2020-’21 માટે અમલી વિવિધ સહાયકારી યોજનાઓ માટે ઓનલાઈન અરજી I-Khedut પોર્ટલ પર તા. 14/06/2020 થી તા. 14/07/2020 દરમિયાન કરી શકાશે. જેનો લાભ લેવા ઈચ્છતા તમામ પશુપાલકોએ વેબસાઈટ http://ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે તે યોજના અંતર્ગત રાજ્ય/જિલ્લાના કુલ લક્ષ્યાંકનાં પ્રમાણમાં લાભાર્થીઓ દ્વારા નિયત થયેલ સમયમર્યાદામાં ઓછી અરજીઓ પ્રાપ્ત થયેલ હશે તો તે યોજનાઓ પૂરતું પોર્ટલ અરજીઓ સ્વીકારવા માટે વધુ સમય માટેચાલુ રાખવામાં આવશે. જે બાબત I-Khedut પોર્ટલ પર પ્રદર્શિત કરવામાં આવશે. જેની સર્વે લાભાર્થીઓએ નોંધ લેવા મોરબી જિલ્લા પશુપાલન નિયામકએ યાદીમાં જણાવેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/