મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એસ.ટી. બસના રૂટો ચાલુ કરવાની માંગણી

0
72
/

મોરબી : ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એસ.ટી. બસના રૂટો ચાલુ કરવા બાબતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને માંગ કરવામાં આવી છે

તેઓએ લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે સમગ્ર રાજ્યમાં કોરોનાના કારણે લોકડાઉન કરવામાં આવેલ હતું. જે દરમિયાન એસ.ટી. બસ પણ સંપૂર્ણ બંધ રાખવામા આવેલ હતી. હવે જ્યારે શહેરી વિસ્તારના એસ.ટી. બસોના રૂટો ચાલુ કરવામાં આવેલ છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં નાના ધંધાર્થી, કારીગરો, ફેક્ટરીમાં કામ કરતાં કામદારો, મજૂરો વગેરેને શહેરમાં તેમજ અન્ય જગ્યાએ કામ માટે જવામાં ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો સરકાર દ્વારા યોગ્ય નિર્ણય કરીને તાત્કાલિક ગ્રામ્ય વિસ્તારમાં એસ.ટી. બસોના રૂટો ચાલુ કરવા યોગ્ય કરવા અપીલ કરવામાં આવી છે. જો આવું કરવામાં નહીં આવે તો આ લોકોને સાથે રાખીને ના છૂટકે આંદોલનનો માર્ગ લેવો પડશે. તેવી ચીમકી આપવામાં આવેલ છે.

રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/