તાજેતરમા મોરબીથી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા સીએમને લેખિતમાં રજૂઆત કરીને મોરબી જિલ્લામાં સ્પોર્ટ્સ એકેડમી બનાવવા માટેની માંગણી કરવામાં આવી છે
હાલમાં કરવામાં આવેલ રજૂઆતમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ જણાવ્યુ છે કે, મોરબીમાં વર્ષો પહેલાથી એન્જિનિયરિંગ કોલેજ આવેલ છે. તેમજ અન્ય કોલેજો અને સ્કૂલો પણ મોટી સંખ્યામાં આવેલ છે. પરંતુ મોરબી જિલ્લામાં દરેક રમત માટેની સંપૂર્ણ સુવિધા યુક્ત અધ્યતન સ્પોર્ટ એકેડમી નથી. જેથી કરીને મોરબી જિલ્લાના વિધાર્થીઓ રમત ગમત ક્ષેત્રે પોતાની કેરિયર બનાવી શકે તે માટે એક સંપૂર્ણ સુવિધા યુક્ત અધ્યતન સ્પોર્ટ્સ એકેડમી બનાવવા માટેની માગણી કરેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide