મોરબી જિલ્લાના શિક્ષકો દ્વારા પડતર પ્રશ્ને ઓનલાઇન આંદોલન

0
80
/
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના આહવાનને પગલે શિક્ષકોએ સોશ્યલ મીડિયાના માધ્યમથી સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો

મોરબી : તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત સમિતિ સાથે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના રાજ્યના હોદ્દેદારો અધ્યક્ષ ભીખાભાઇ પટેલ અને મહામંત્રી રતુભાઈ ગોળ દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નો જેવા કે 4200 ગ્રેડ-પે, જૂની પેંશન યોજના લાગુ કરવા, H-TAT શિક્ષકોના પ્રશ્નો, CCC પરીક્ષા પાસ કરે તેને મૂળ તારીખથી જ ઉચ્ચતર પગાર ધોરણ વગેરે બાબતોએ બેઠક યોજાઈ હતી. આ બેઠક 2 કલાક જેટલી લાંબી ચાલી હતી છતાં 4200 ગ્રેડ-પે બાબતે શિક્ષક હિતમાં નિર્ણય નહોતો આવ્યો. કોઈ પરિણામલક્ષી નિરાકરણ ન થતાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા હાલ કોરોનાની મહામારીને લીધે દરેક શિક્ષકને e-આંદોલન કરવા માટે આહવાન કરવામાં આવ્યું છે

ઘણા શિક્ષકો પણ આ e-આંદોલનમાં સક્રિય રીતે જોડાઈને સરકારની નીતિનો વિરોધ દર્શાવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લાના શિક્ષકો દ્વારા પણ સરકારની આ નીતિનો વિરોધ કરવાં માટે કાર્ડપેપર, બ્લેકબોર્ડ વગેરે પર 4200 ગ્રેડ-પે હક, જૂની પેંશન યોજના લાગુ કરો, H-TAT શિક્ષકોને થતા અન્યાયને દૂર કરો વગેરે સૂત્રો સાથે સોશિયલ મીડિયામાં ફોટાઓ વાયરલ કરીને સરકારને ઢંઢોળવાનું કામ શિક્ષકો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના આહવાન પર કરી રહ્યા છે. આ e-આંદોલનમાં મોરબી જિલ્લાના ઘણા શિક્ષકો જોડાઈ એ માટે મોરબી જિલ્લા અધ્યક્ષ હિતેન્દ્રભાઈ ગોપાણી, મંત્રી કિરણભાઈ કાચરોલા, સિનિયર ઉપાધ્યક્ષ પ્રદીપભાઈ કુવાડિયા, ઉપાધ્યક્ષ કિરીટભાઈ દેકાવડિયા અને હરદેવભાઈ કાનગડ દ્વારા પણ આહવાન કરવામાં આવ્યું છે. એ બાબતની જાણકારી મોરબી જિલ્લા પ્રચારમંત્રી હિતેશભાઈ પાંચોટીયાની યાદીમાં જણાવવામાં આવેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/