મોરબી જિલ્લામાં આજે મેગા કોરોના વેક્સિનેશનનું આયોજન થશે

0
34
/

જિલ્લામાં અલગ-અલગ 166 સ્થળે વેક્સિન આપવામાં આવશે

મોરબી: આજે મોરબી જિલ્લામાં મેગા કોરોના વેક્સિનેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જે અંતર્ગત જિલ્લામાં કુલ 166 સ્થળે કોરોનાની વેક્સિન આપવામાં આવશે.

મોરબી જિલ્લામા અલગ-અલગ 166 સ્થળે કોરોનાની વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. કોરોનાને નાથવા માટે જિલ્લાભરમાં કોરોના વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપભેર ચાલી રહી છે. આ વેક્સિનેશનની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા માટે આવતીકાલે બુધવારે મેગા વેક્સિનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અતંર્ગત મોરબી જિલ્લાના 166 સ્થળે કોરોના વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવશે.જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા દરરોજ વિવિધ સ્થળે કોરોનાની વેક્સિન આપવાનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આવતીકાલે બુધવારે મોરબી જિલ્લામાં મેગા વેક્સિનેશનનું આયોજન કરવામાં આવ્યું છે અને જિલ્લાના કુલ 166 સ્થળે કોરોના વેક્સિનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ 166 સ્થળોમાં મોરબી તાલુકાના 54 સ્થળો, માળીયા તાલુકાના 15 સ્થળો, વાંકાનેર તાલુકાના 44 સ્થળો, ટંકારા તાલુકાના 20 સ્થળો, હળવદ તાલુકાના 33 સ્થળોનો સમાવેશ થાય છે. જિલ્લામાં આવતીકાલે 16850 કોવિશિલ્ડ વેક્સિનના ડોઝ અને 3780 કોવેક્સિન વેક્સિનના ડોઝ આપવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/