હળવદમાં સોનાના દાગીના ભરેલી થેલી પરત કરી પ્રામાણિકતા દાખવતો યુવાન

0
109
/

હળવદના નાના એવા બુટવડા ગામના વ્યક્તિની પ્રામાણિકતાનો કિસ્સો

હળવદ : હાલ આજના ઓનલાઈન છેતરપિંડીના જમાનામાં હજુ પણ માનવતા અને પ્રમાણિકતા સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે ત્યારે આજે હળવદ શહેરમાંથી બુટવડા ગામના યુવાનને સોનાના દાગીના ભરેલી થેલી મળતા તેમને સામાજિક કાર્યકર્તાની મદદથી મૂળ માલિકને શોધી કાઢી કિંમતી દાગીના પરત કરી મોટપ દર્શાવી પ્રમણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ હળવદ શહેરમાંથી બુટવડા ગામના યુવાન નવઘણભાઈ જોરૂભાઇ વાસાણીને એક થેલી મળેલ હતી. જે થેલીમાં કાનના સોનાના બુટીયા અને સોનાની વીંટી ઉપરાંત નવા કપડા પણ હતા. આ થેલી મળતા જ તેમને હળવદના સામાજિક કાર્યકર્તા અજજુભાઈ ઠાકોરનો સંપર્ક કરી સાચા માલીકની શોધખોળ શરૂ કરી હતી.દરમિયાન અજજુભાઈએ સોશ્યલ મીડિયાના માધ્યમથી થેલી અંગેની વિગતો જાહેર કરતા જ ગણતરીની કલાકોમાં સાચા માલિક મળી આવ્યા હતા. આ થેલી રણમલપુર ગામના ઠાકોર મહેશજી નટવરજીની હોવાનું સ્પષ્ટ બનતા તેમની પાસેથી જરૂરી આધાર પુરાવા મેળવી થેલી પરત કરી નાના માણસની મોટાઈનો પ્રમણિકતાનો દાખલો પૂરો પાડવામાં આવ્યો હતો.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/