મોરબી: વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા જિલ્લાભરમાં સઘન પ્રયત્નો થઇ રહ્યા છે. ઉપરાંત આરોગ્ય તંત્ર દ્વારા પૂરજોશમાં રસીકરણની કામગીરી થઇ રહી છે.ત્યારે આજે ગુરુવારે અલગ-અલગ 235 સ્થળોએ વેક્સિન આપવામાં આવશે.
જે અંતર્ગત મોરબી તાલુકામાં 63, માળીયા તાલુકામાં 17, વાંકાનેર તાલુકામાં 64, ટંકારા તાલુકામાં 47 તેમજ હળવદ તાલુકામાં 44 સ્થળે રસીકરણ કેમ્પ યોજાશે.
જિલ્લાભરમાં કોવિશિલ્ડના 29700 ડોઝ અને કોવેક્સિનના 8800 ડોઝ આપવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. રસી લેવામાં બાકી તમામ લોકોને આ કેમ્પમાં વેક્સિન મુકાવી લેવા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરાઇ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide