મોરબી : તાજેતરમાં સરકાર દ્વારા (૧) શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ/સ્વરોજગાર કરતી શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યક્તિઓ (૨) દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ અને (૩) દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતા પ્લેસમેંન્ટ ઓફિસરોને રાજ્ય કક્ષાના અને રાષ્ટ્રીય કક્ષાના પારિતોષિક આપવાની યોજના અમલમાં છે.
જે અન્વયે દિવ્યાંગ પારિતોષિક મેળવવા ઇચ્છુક દિવ્યાંગ કર્મચારીઓ/અધિકારીઓ; દિવ્યાંગ કર્મચારીઓને નોકરીમાં રાખનાર અધિકારીશ્રીઓ/નોકરાદાતાઓ; પ્લેસ્મેંન્ટ ઓફિસરોએ અથવા સ્વરોજગાર કરતા દિવ્યાંગ વ્યક્તિઓએ નિયત નમુનામાં ફોર્મ ભરીને, (રાજ્ય કક્ષાના અને રાષ્ટ્રીય કક્ષાના પારિતોષિક માટે અલગ અલગ ફોર્મ ભરવાનું રહે છે. જરુરી દસ્તાવેજો સાથે, બે નકલમાં તા.૨૪/૦૮/૨૦૨૦ સુધીમા રોજગાર વિનિમય કચેરી, જિલ્લાસેવા સદન રુમ નં. ૨૧૪, બીજો માળ, સો-ઓરડી વિસ્તાર, મોરબીને રુબરું કે ટપાલથી પહોંચાડવા તેમજ જરુરી ફોર્મ વેબસાઇટ www.employment.gujarat.gov.in પરથી મેળવી શકાશે અથવા આ કચેરી ખાતેથી તા.૨૧/૦૮/૨૦૨૦ સુધીમાં કામકાજના દિવસો દરમિયાન, વિના મુલ્યે મળી શકશે તેમ રોજગાર અધિકારી-મોરબીની અખબારી યાદીમાં જણાવ્યુ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide