મોરબી: દિવાળીના તહેવારોમાં આગ-અકસ્માત નિવારણ હેતુ મોરબી ફાયર વિભાગ સજ્જ

0
43
/

મોરબી : હાલની કોરોના મહામારીને લઈને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની તાકીદ મુજબ ફટાકડા ફોડવાથી ઉત્તપન્ન થતા પ્રદુષણને કારણે કોરોના સંક્રમિત દર્દીઓ અને ખાસ કરીને વૃદ્ધો-બાળકોને વધુ તકલીફ થવાની સંભાવના હોવાથી ફટાકડા ફોડવા પર સમયની પાબંધી લગાવવામાં આવી છે. ત્યારે આ વર્ષે પાછલા વર્ષોની સરખામણીએ ઓછા ફટાકડા ફૂટે એવી સંભાવના છે. આમ છતાં મોરબી ફાયર વિભાગે તહેવારોને અનુલક્ષીને તકેદારીના ભાગરૂપ આગોતરું આયોજન પણ કર્યું છે.

દિવાળીના તહેવારોને અનુલક્ષીને તંત્રની તૈયારીઓ વિશે પાલિકા ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું કે, દિવાળીને લઈ અમે આગ અકસ્માત સમયે પહોંચી વળવા આગોતરું આયોજન કર્યું છે. મોરબી પાલિકા પાસે હાલ એક મોટું ફાયર બ્રાઉઝર, 2 મીની ફાયર બ્રાઉઝર અને એક ટેન્કર સહિતના સાધનો છે. જેમાંથી એક સામાં કાંઠા વિસ્તારમાં એક સ્ટેન્ડબાય રાખીશું જેથી આ વિસ્તારમાં આગ લાગે તો ટ્રાફિકમાં ફસાયા વિના વાહન નીકળી શકે. આ ઉપરાંત શહેરના બે અલગ અલગ સ્થળે વાહનો રાખીશું. આ સિવાય અમારા તમામ ફાયરના સ્ટાફને પણ સ્ટેન્ડબાય મોડમાં રાખવામાં આવશે. જેથી આવી કોઈ ઘટના બને તો તત્ક્લિક સ્થળ પર પહોંચી અકસ્માતની ઘટનાથી ઓછામાં ઓછું નુકશાન થાય.

તંત્રના દાવા હાલ પૂરતા તહેવારોને અનુલક્ષીને કરવામાં આવ્યા છે પણ જે રીતે સીરામીક સહિતની ઇન્ડસ્ટ્રીઝનો વ્યાપ વધતો જાય છે ત્યારે ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં લાગેલી આગ બુઝાવવામાં મોરબી ફાયર વિભાગનો પનો ટૂંકો પડે એમ છે એવું તંત્ર પાસે ઉપલબદ્ધ સાધનો અને સ્ટાફ જોતા સ્પષ્ટ જણાઈ આવતું હોવાનું જાણકારો ચર્ચિ રહ્યા છે. હાઇરાઈઝ બિલ્ડીંગોમાં આગ લાગે ત્યારે ત્યાં સુધી પહોંચવાની સીડી સહિતના ઉંચા ફાયર ફાઈટરો કે ઔધોગિક યુનિટમાં લાગેલી આગ બુઝાવવા માટે જરૂરી કેમિકલ સહિતની સામગ્રી અને ફાયરમેનની સ્વસુરક્ષા માટેની કિટો પૂરતા પ્રમાણમાં ઉપલબદ્ધ હોવી જરૂરી હોય છે એ રાજ્યના અન્ય જિલ્લાઓમાં લાગેલી આગ સમયે સાબિત થયેલી વાસ્તવિકતા છે. મોરબી પાલિકા તંત્ર આ માટે સુસજ્જ છે કે કેમ એનું સ્વપરીક્ષણ પણ એકવાર કરવું જોઈએ તેવું જાણકારો પણ માની રહ્યા છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/