દિવાળી નિમિત્તે મોરબી 181 અભયમ દ્વારા રંગોળી બનાવી ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’નો સંદેશ અપાયો

0
47
/

મોરબી : તાજેતરમા મોરબી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા દિવાળીના તહેવાર નિમિતે “બેટી બચાઓ બેટી પઢાઓ”ની રંગોળી બનાવી મહિલાઓને અને તેમના પરિવારને શુભકામના સંદેશ પાઠવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ૧૮૧ અભયમની કામગીરી પ્રશંસનીય રહી છે. સતત ૨૪ કલાક કાર્યરત અને સક્રિય રહેલી ૧૮૧ની કર્મચારી બહેનો દ્વારા જુદા જુદા તહેવારોમાં ફરજ દરમિયાન મહિલાઓને સલાહ સૂચન અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. આ સેવા મહિલાઓ માટે આશીર્વાદ સમાન છે. દિપાવલીના પર્વ નિમિતે મોરબી ૧૮૧ ટીમે રંગોળી દ્વારા દિવાળીની શુભકામનાઓ પાઠવી છે. તેમજ સમાજને ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’નો સંદેશ પણ આપ્યો છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/