મોરબીમાં દિવાળીની રાત્રીના ફટાકડાના કારણે એક દુકાન સહીત ચાર જગ્યાએ આગની ઘટના

0
117
/

મોરબીની ફાયર બ્રિગેડની ટિમ આખી રાત ખડેપગે રહી તમામ આગને સમયસર કાબુમાં લઈ મોટી દુર્ઘટના ટાળી

મોરબી : તાજેતરમા મોરબીમાં દિવાળીની રાત્રીના ફટાકડાના કારણે એક દુકાન સહીત ચાર જગ્યા આગ લાગવાના બનાવ બન્યા હતા. જેના કારણે મોરબી ફાયરવિભાગને સતત દોડધામ રહી હતી. જોકે આગતરા આયોજન અને ફાયર વિભાગની ટીમની જહેમતથી ચારેય જગ્યાએ લાગેલી આગ પર સમયસર કાબુ મેળવી લેવાતા મોટી નુકશાની થતા અટકી હતી.

મોરબી ફાયર વિભાગના જણાવ્યા મુજબ દિવાળીની રાત્રીના ફટાકડાના કારણે મોરબીમાં કુલ ચાર જગ્યાએ આગ લાગ્યાની ફાયર વિભાગને જાણ થી હતી. જેમાં મોરબીના વાંકાનેર દરવાજા પાસ પડતર વંડામાં પડેલા કચરામાં આગ લાગી હતી. તેમજ લાતી પ્લોટ 7 નંબરમાં પણ પડતર વંડામાં પડેલા કચરાના જથ્થામાં આગ ભભૂકી ઉઠી હતી. જયારે મોરબીના એસપી રોડ પર વાડીના સેઢામાં આગ લાગી હતી. તેમજ મોરબીના સામાકાંઠે સમર્પણ હોસ્પિટલ નજીક માતૃકૃપા એલ્યુમિનયમ સેક્સનની દુકાનમાં આગ લાગી હતી. આ તમામ જગ્યાએ મોરબી ફાયર બ્રિગેડનો સ્ટાફ સમયસર પોહચી આગ પાર કાબુ મેળવી લીધો હતો. એકમાત્ર સામાકાંઠે એલ્યુમિનયમ સેકસનની દુકાનમાં આગથી નુકશાન થયું હતું. બાકીની જગ્યાએ કચરાના ઢગલામાં આલેગી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પેહલા આગ પર કાબુ મેળવી લેવાયો હતો. મોરબી ફાયર વિભાગ સ્ટેશન ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા, મહાદેવજી ઠાકોર, મયૂરધ્વજસિંહ ઝાલા, રવિન ડાભી, વસંત પરમાર. કિશન ભટ્ટ, મેટાલીયા હિતેષભાઇ, મહેન્દ્ર ગોહિલ, મનોજ ગરવા, બાવા નીરવવન, જાડેજા ભાગ્યરાજસિંહ, ચિરાગ જોશી, વિમલ બાવળિયા, પ્રિતેશ નાગવાડીયા, કાર્તિક ભટ્ટ, ચેતન પ્રજાપતિ, કૈલાશ જાદવ, પ્રવીણ મેર, દિનેશ પંડ્યા, ભાવેશ રાઠોડ, ત્રિભુવનભાઈ, રૂકેશ સોલન્કી, પ્રશાંત ચુડાસમા, વિજય ડાભી, ચેતન પટેલ, નિલેશ રાઠોડ, રમેશ નાગલા, વિપુલ મકવાણા, રાજુ ભરવાડ સહિતના ફાયર વિભાગના સ્ટાફે દિવાળી આખી રાત્રી ફટાકડાના કારણે લાગેલી નાની મોટી આગ પર કાબુ મેળવવા ભારે જેહમત ઉઠાવી હતી.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/