તાજેતરમા વાંકાનેર બાઉન્ડ્રી નજીક બનેલ ઘટનામાં મોટર સાયકલ ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાયો
વાંકાનેર : હાલ વાંકાનેર બાઉન્ડ્રી નજીક મોટર સાયકલ પાછળ બેસીને જઈ રહેલા પરપ્રાંતીયનું પડી જવાથી માથામાં એન્ગલ લાગતા મૃત્યુ નીપજ્યું હતું.
અકસ્માતની ઘટના અંગે રાજસ્થાનના ગુડિયા ગામના રહેવાસી યુવાન અશોકભાઇ કાનારામ નાઇકે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના મામા કીશનલાલ વજારામ મોટર સાયકલ નંબર જી.જે.-૦૩.એલ.જે.-૩૭૮૭ વાળાની પાછળ બેસીને જતા હતા ત્યારે ચાલકે વળાંકમાં મોટર સાયકલ પરનો કાબુ ગુમાવતા મોટર સાયકલ સાથે પડી ડીવાઇડરના લોખંડના એંગલ સાથે માથુ ભટકાવાથી માથામાં ગંભીર ઇજા થતા સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું.
મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA
મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
