મોરબીમાં દસ્તાવેજ નોંધણી માટેની વેબ સાઈટમાં અવાર નવાર ધાંધિયા, કાયમ લાંબુ વેઇટિંગ!!

0
51
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

ગરવી ગુજરાત સાઇટ પર અવારનવાર ક્ષતિઓ આવતા ટોકન મેળવવામાં અરજદારોને થતી પારાવાર હાલાકી

મોરબી : હાલ રાજ્યભરમાં ચાલતી દસ્તાવેજ નોંધણીઓની ઓનલાઈન પ્રક્રિયામાં નબળી સિસ્ટમને લઈને અરજદારો પરેશાન થઈ રહ્યા હોય એવા બનાવો રોજીંદા બન્યા છે ત્યારે મોરબીમાં પણ ઓન લાઈન પ્રક્રિયા રગસિયા ગાડાની માફક ચાલતી હોવાનું પણ જાણવા મળે છે.

જો કે રાજયભરમાં સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણીની અરજીઓ અને તેને લગતી અલગ અલગ કાર્યવાહી માટે રાજ્ય સરકાર દ્વારા “ગરવી ગુજરાત”નામથી વેબસાઈટ તૈયાર કરવામા આવી છે. જેમાં દસ્તાવેજ નોંધણી માટે સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઓનલાઇન ટોકન, ઇ ચલણ ભરવા, ઇન્ડકેસ (2) મેળવવા તેમજ અન્ય જરૂરી કામગીરી તેના થકી કરવામાં આવતી હોય છે. જોકે આ વેબસાઈટ પર રાજ્યભર વર્ક લોડ વધુ રહે છે જેની સામે તેનું સર્વર નાનું હોવાથી અવાર નવાર સાઇટ બંધ થઈ જાય છે. તો કયારેક એવી પણ સમસ્યા સર્જાય છે કે અરજદારો દ્વારા ટોકન મેળવવા અરજી કરી દીધા બાદ તેંમના ખાતામાંથી ભરવા પાત્ર રકમ કપાઈ જાય છે પણ તિજોરી વિભાગને તે રકમ મળતી નથી. આ સમસ્યાને કારણે અરજદારોને ફરીવાર અરજી કરી નવા ટોકન મળે ત્યાં સુધી રાહ જોવી પડે છે. તો પૈસા પરત મેળવવા ફરી બેંકનો સંપર્ક પણ કરવો પડે છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/