મોરબી: તાજેતરમા મોરબીનુ યુવા આર્મી ગ્રુપ કે જેમાં મહિલા તથા પુરુષ સભ્યો મળીને હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેટના ધ્યેય થકી મોરબીની સરકારી તથા તમામ પ્રાઇવેટ હોસ્પિટલના દર્દીના પરીજનોની કોઈપણ બ્લડ ગ્રુપની ઈમરજન્સી જરૂરિયાતની તાત્કાલિક વ્યવસ્થા કરાવી આપે છે. ત્યારે આજે તેમની આ સેવાના બે વર્ષ પૂર્ણ કરી ત્રીજા વર્ષમા પ્રવેશ કરી રહ્યા છે
યુવા આર્મી ગ્રુપ થકી અત્યાર સુધીમાં 400 થી પણ વધારે લોકોને જીવનદાન મળી ચૂક્યું છે અને જ્યારે લોકો ઘરની બહાર આવતા વિચારી રહ્યા હતા એ લોકડાઉન દરમિયાન જ ગ્રુપ દ્વારા 100 થી વધારે બોટલ બ્લડની વ્યવસ્થા મોરબીની સરકારી હોસ્પિટલમાં પુરી પાડી હતી..અને આગળ પણ લોકોની બ્લડની જરુરીયાત માટેની કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા યુવા આર્મી ગ્રુપ, મોરબી હંમેશા તૈયાર છે.
તે ઉપરાંત ગ્રુપની સેવાકીય પ્રવૃતિની વાત કરીએ તો ગ્રુપ દ્વારા લોકડાઉનના 40 દિવસ સુધી મોરબી શહેરના જરુરીયાત મંદ લોકો તથા હોસ્પિટલ સારવાર અર્થે લઈ રહેલા દર્દી તથા પરીજનો કુલ મળીને 1500 થી વધારે લોકોને બપોરના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી
તેમજ કોરાના સામે લડી રહેલા પોલીસના જવાનોના ચા-પાણી અને માસ્કની વ્યવસ્થા ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી સૌપ્રથમ સરકારી હોસ્પિટલના ડોક્ટરની રક્ષા માટે PPE Kit ડોનેટ કરી ગ્રુપ રક્ષકોની રક્ષા માટે આગળ આવ્યું હતુ.
મોરબીમાં બ્લડની તાત્કાલિક જરુરીયાત માટે 24×7 અમારી હેલ્પ લાઈન નંબર (93493 93693) પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે તથા હેન્ડટુ હેન્ડ બ્લડ ડોનેટ અભિયાનમા જોડાવા માટે જોડાવવા ઇચ્છનારનું નામ, બ્લડ ગ્રુપ, શહેર (વિસ્તાર) તથા કોન્ટેક્ટ નંબર હેલ્પલાઇન નંબર (93493 93693) પર વ્હોટસેપ કરવા યુવા આર્મી ગ્રુપના પિયુષ બોપલીયા દ્વારા જણાવેલ છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide