મોરબી : કારખાનામાં ધાડ પાડવા નીકળેલા શખ્સોને RR સેલની ટીમે ધરદબોચ્યા

0
221
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
ધાડ પાડે તે પહેલા આર.આર.સેલની ટીમે ચારને ઝડપી લીધા, એક ફરાર : રિવોલ્વર, સળિયા, છરી, ધોકા સહિતના હથિયારો સાથે ધાડ પાડવાની તૈયારી હતી

મોરબી : આર.આર.સેલની ટીમ દ્વારા મોરબીના હળવદ રોડ પર ઉંચી માંડલ ગામ નજીક કારખાનામાં ધાડ પાડવા ભેગા થયેલા 4 શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. જો કે ધાડ પાડવા માટે રિવોલ્વર, સળિયા, છરી, ધોકા સહિતના હથીયારો સાથે 5 શખ્સો ભેગા થયા હતા. પરંતુ 1 શખ્સ નાશી ગયો હતો. આમ, ધાડ પાડે તે પહેલા આર.આર.સેલની ટીમે શખ્સોને ઝડપી લેતા ધાડ પાડવાનો પ્લાન ફ્લોપ ગયો હતો.

આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ આર.આર.સેલની ટીમ મોરબી જીલ્લા વિસ્તારમાં પેટ્રોલીગમાં હોય, તે દરમિયાન બાતમી ટીમને મળેલ કે હીરાભાઈ કરશનભાઈ (રહે. ખાખરાથળ ચોકડી વિસ્તાર, તા. થાન) પોતાના સાગરીતો સાથે રિવોલ્વર, સળિયા, છરી, ધોકા સહિતના હથીયારો સાથે મોરબીના જાંબુડીયા ગામમાં પાવર હાઉસ રોડ પર આવેલ સહયોગ મિનરલ કારખાનાની ઓફીસમાં ધાડ કરવાના ઈરાદે ઉંચી માંડલ ગામના નાલા પાસે ભેગા થયા છે.

આ બાતમીના આધારે તે સ્થળે રેઇડ પાડી આર.આર.સેલ દ્વારા રિવોલ્વર નંગ 1, કાર્ટીસ નંગ 3, લોખંડનો સળીયો નંગ 2, લાકડાનો ધોકો નંગ 1, છરી નંગ 1, મોબાઈલ નંગ 4 અને મોટર સાઈકલ નંગ 2 એમ કુલ મુદામાલ કીમત રૂ.1,13,350 સાથે ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેમજ એક શખ્સ કાળુંભાઈ જેમભાઇ વાછાણી ફરાર થઇ જતા તેની શોધખોળ આદરવામાં આવી છે. આ બનાવમાં આરોપી હીરાભાઈ કરશનભાઈ રંગપરા, વિશાલ અક્ષયબર યાદવ (રહે. ઉંચી માંડલ ઓરીંડા સિરામિક મૂળ-યુપી), સુરેશભાઈ મોહનભાઈ હતવાણી (રહે-ધારઈ, તા.ચોટીલા) અને અશોકભાઈ જેમાભાઇ સારદિયા (રહે-ખાખરાથળ, તા.થાન)ને પકડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/