મોરબી : પીપળીયા ગામની વિદ્યાર્થિનીનો ધોરણ-10માં નાપાસ થતાં આપઘાત

0
1489
/

આશાસ્પદ યુવતીના આપઘાતથી પરિવાર અને ગામમાં શોકનો માહોલ

મોરબી જિલ્લા સહિત રાજ્યભરમાં આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે, જેમાં ક્યાંક ખુશી છે ક્યાંક ગમનો માહોલ છે. અમદાવાદ  ની બે વિદ્યાર્થિનીએ આ બોર્ડની પરીક્ષામાં મેદાન માર્યું છે પરંતુ મોરબી તાલુકાના પીપળીયા ગામે આ પરિણામે શોકનો માહોલ ઉભો કરી દીધો છે. મોરબી તાલુકાના પીપીળીયા ગામે રહેતા અને મજૂરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા મગનભાઈ જાદવની પુત્રી કીર્તિ જાદવે એક વિષયમાં નાપાસ થતાં આપઘાત (Suicide) કરી લીધો છે.

કીર્તિ આજે ધોરણ 10નું પરિણામ આવતા એક વિષયમાં નાપાસ થઈ હતી. ભણવામાં આજ દિવસ સુધી હોંશિયાર રહેલી અને એક સફળ અધિકારી બની પોતાના પરિવારનું નામ રોશન કરવાના સપનાઓ સેવતી યુવતી કીર્તિ મગનભાઈ જાદવે પોતેએક વિષયમાં નાપાસ થયાની જાણ થયાની સાથે જ ગામમાં આવેલા તેના ઘરે જઈને ગળેટૂંપો ખાઈ આત્મહત્યા કરી જીવન ટૂંકાવેલ હતું. આશાસ્પદ યુવતીના મોતથી જાદવ પરિવારમાં અને પીપળીયા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/