મોરબી તાલુકા સેવા સદન ગેટની સામે આડેધડ પાર્ક થતા વાહનો પર તંત્રની લાલઆંખ

0
39
/
સેવાસદનની સામેની જગ્યાએ વાહન પાર્કની વ્યવસ્થા ગોઠવવાની કવાયત

મોરબી : મોરબીના સામાકાંઠે લાલબાગ પાસે આવેલા તાલુકા સેવા સદનના ગેઇટની સામે જ વર્ષીથી આડેધડ વાહન પાર્કિગ થાય છે. આ વાહનો અડચણરૂપ હોવાથી છેલ્લા ત્રણ દિવસથી સેવા સદનના ગેઇટ સામે પાર્ક થતા વાહનો ઉપર તંત્ર દ્વારા તવાઈ ઉતારવામાં આવી છે અને આ વાહનો અહીંથી હટાવીને જે તે વાહન માલિકો સામે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવે છે.

મોરબીના તાલુકા સેવાસદનમાં બેસતા હળવદના આસી.કલેકટર ગંગાસિંહના ધ્યાને આવ્યું હતું કે તાલુકા સેવાસદનના ગેઇટ સામે એટલી હદે વાહનો પાર્ક થયા હતા કે તેમની ગાડી પાર્ક કરવાની જગ્યા બચી ન હતી. જોકે છેલ્લા ઘણા સમયથી અહીં આડેધડ વાહન પાર્કિગની સમસ્યા હોવાથી આ સમસ્યા ઉકેલવાની કવાયત હાથ ધરી હતી. તેમજ અહીંયા અમુક એજન્ટો પણ બેસતા હોય ટ્રાફિક થતો હોવાથી આસી. કલેકટરે એસપીને રજુઆત કરીને પોલીસ સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ ઉપરાંત, અહીંયા વાહન પાર્કિગ ન થાય તે માટે જીઆરડી અને પોલીસ સ્ટાફને ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ લોકોને સેવાસદનની ગેટ સામે વાહન પાર્ક ન કરે તેની સૂચના આપી દેવામાં આવી છે અને સેવાસદન સામેની બાજુએ ટ્રાફિક ન થાય તે રીતે વાહન પાર્ક થાય તેવી વ્યવસ્થા ગોઠવાની કવાયત હાથ ધરી છે. જોકે સામેની બાજુએ વરસાદના કારણે કાદવ કીચડ હોવાથી લોકોને વાહન પાર્ક કરવામાં તકલીફ પડે છે. ત્યારે સામેના સ્થળે યોગ્ય પાર્કિગ વ્યવસ્થા ગોઠવાઈ તે જરૂરી છે. હાલ સેવાસદનની ગેઇટ સામે સતત ચેકિંગ કરી અહિયાની સરકારી કચેરીના સ્ટાફ કે લોકોના પાર્ક થતા વાહનો સામે કાર્યવાહી ચાલી રહી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/