મોરબી : શનાળા રોડ પર એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી પડતા વૃદ્ધનું મૃત્યુ

0
201
/

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર જીઆઇડીસીની સામેના ભાગે આવેલ શુભ હોટલની પાછળ રામેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા એક વૃદ્ધ આજે સવારે ત્રીજા માળેથી નીચે પડતા તેઓનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળેલ છે. હાલમાં આ બનાવ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના શનાળા રોડ ઉપર જી.આઇ.ડી.સી.ની સામેના ભાગે આવેલ શુભ હોટલની પાછળ આવેલા રામેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા વિરૂમલભાઈ દાખોમલભાઈ કારીયા (ઉ.વ. 67) આજે સવારે એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી નીચે પડી ગયા હતા. જેથી, તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરીને સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. વધુમાં, મૃતક મૂળ જુનાગઢના વતની હતા. હાલ મોરબીમાં રહેતા હતા. મૃતકને બાયપાસનું ઓપરેશન કરાયુ હતુ અને હાલ તેઓ બીમાર હતા. પોલીસ દ્વારા બાલ્કનીમાં મૃતકને ચક્કર આવ્યા હોવાથી પડી ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પરંતુ હાલ મોતનું ખરું કારણ જાણવા માટે પોલીસ દ્વારા બનાવની વધુ તપાસ કરવામાં આવી રહી છે.POLICE-A-DIVISON

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/