મોરબી : ખેડુતોના આર્થિક વિકાસ માટે સૌની યોજના હેઠળ ગ્રામ્ય નદીઓને આવરી લેવા રજૂઆત

0
60
/

મોરબી : મોરબી તાલુકાના નારણકા ગામના મહિલા સંરપંચ ભગવતીબેન રમેશભાઇ મેરજાએ ખેડુતોના પ્રશ્ને ચિંતિત બની ખેડુતોના આર્થિક વિકાસ માટે સૌની યોજના હેઠળ નદી ભરવા તથા અનેક ગ્રામ્ય વિભાગમાંથી પસાર થતી નદીઓને સૌની યોજનાનો લાભ મળે તે માટે સૌની યોજના જળ સંચય વિભાગ, ગાંધીનગરમાં રજુઆત કરી હતીજેમાં નારણકા ગ્રામ પંચાયત મહિલા સંરપંચ ભગવતીબેન રમેશભાઇ મેરજાએ રજુઆત દ્વારા જણાવ્યુ કે મચ્છુ ડેમ નંબર 3માંથી નારણકા, જડેશ્વર, જલધારા, મચ્છુ નદીમાં ચેકડેમ બનાવેલ છે. આ નદીને કાયમીના ધોરણે “સૌ”ની યોજના હેઠળ આવરી લેવામાં આવે તો અમરેલી, ગોરખીજડીયા, વનાળીયા, રવાપર નદી, માનસર, નારણકા, ગુંગણ, કૃષ્ણનગર આ તમામ ગામના તમામ ખેડુતોને આજીવન મોટો ફાયદો થશે. અને સરકારની પહેલ મુજબ અન્નદાતા-ખેડુતોનો આર્થિક વિકાસ થશે. આવી ઉપરોક્ત તમામ ગામોની માંગણી છે. તેમજ નારણકા ગામના ખેડુતો તથા ગ્રામ પંચાયતની અપીલ ધ્યાને લઈને યોગ્ય નિર્ણય લેવા માંગણી કરી હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/