હળવદ : માનગઢ ગામે જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા

0
32
/

Mehul Bharwad (Halvad)

હળવદ પોલીસે 22 હજારની રોકડ સાથે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

હળવદ : હળવદ તાલુકાના માનગઢ ગામની સીમમાંથી જુગાર રમતા આઠ શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. પોલીસ દ્વારા જુગારના પટમાંથી રૂ. 22,140 રોકડ સાથે જુગારીઓને હળવદ પોલીસ મથકે લઇ આવી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. લોકડાઉનની વચ્ચે પોલીસ તેના કામમાં સતત વ્યસ્ત હોવાનું માની કેટલાક જુગાર રમવાનું વધુ પસંદ કરતા હોય છે. ત્યારે માનગઢ ગામની સીમમાં આઠ પતા પ્રેમીઓ જુગાર રમતા હોવાની જાણ હળવદ પોલીસને થઈ હતી. જેથી, પોલીસે રેડ કરી આઠ શખ્સોને ઝડપી લીધા છે

બનાવની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી મુજબ નાયબ પોલીસ અધિક્ષક આર. બી. ભારાઈની સુચના અન્વયે હળવદ પોલીસના વિક્રમભાઈ સિહોરા, મનહરભાઈ, દેવુભા ઝાલા, ગંભીરસિંહ ચૌહાણ, બીપીનભાઈ પરમાર, મુમાભાઈ કલોત્રા સહિતનાઓ હળવદ તાલુકાના રણકાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય ત્યારે રણકાંઠાને અડીને આવેલા માનગઢ ગામની સીમમાં આઠ સખ્સો ગંજીપાનાથી હાર જીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી.

જેથી, ઉપરોક્ત પોલીસ જવાનો દ્વારા માનગઢ ગામની સીમમાં દરોડો કરતા જુગાર રમી રહેલા નિલેશભાઈ ધીરુભાઈ પટેલ, મુકેશભાઈ જાદવજીભાઈ પટેલ, રતિલાલ હરજીવનભાઈ પટેલ, દલસુખભાઈ ઇશ્વરભાઇ, શૈલેષભાઈ બાલજીભાઈ પટેલ, દિનેશભાઈ સુંડાભાઈ, બેચરભાઈ માવજીભાઈ અને ભરતભાઈ કેશાભાઈને ઝડપી લેવાયા હતા. ઝડપાયેલા તમામ આરોપીઓ પાસેથી રૂ. 22,140ની રોકડ કબજે લઇ હળવદ પોલીસ મથકે લઇ આવી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે. આ અંગેની વધુ તપાસ હળવદ પી.એસ.આઈ પી. જી. પનારા ચલાવી રહ્યા છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/