મોરબી: ખેડૂતોને રવિપાક માટે મચ્છુ -1 ડેમમાંથી પાણી છોડાયું

0
36
/
વાંકાનેર તાલુકાના 19, ટંકારાના તાલુકાના 8 અને મોરબી તાલુકાના 3 ગામોના ખેડૂતોને સિંચાઇનો લાભ મળશે

મોરબી : હાલ વાંકાનેરનો મહાકાય મચ્છુ-1 ડેમ આ વખતે છલોછલ ભરાયેલો હોવાથી ખેડૂતોની માંગણીને ધ્યાને લઈને સિંચાઇ વિભાગ દ્વારા ખેડૂતોને રવીપાક માટે મચ્છુ -1 ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જેમાં વાંકાનેર તાલુકાના 19, ટંકારાના તાલુકાના 8 અને મોરબી તાલુકાના 3 ગામોના ખેડૂતોને સિંચાઇનો લાભ મળશે.

મચ્છુ-1 ડેમ ગત ચોમાસામાં સંપૂર્ણપણે ભરાઈ ગયો હતો. દરમિયાન મચ્છુ-1 ડેમ હેઠળના ખેડૂતોએ રવીપાક માટે આ ડેમમાંથી પાણી આપવામાંની માંગ કરી હતી. આ માંગણીને ધ્યાને લઇ તાજેતરમાં યોજાયેલી મચ્છુ-1 ડેમ સિંચાઇ સલાહકાર સમિતિની મીટીંગમાં મચ્છુ-1 ડેમ સિંચાઇ યોજના હેઠળના આશરે 3 હજાર હેકટર વિસ્તારમાં રવિ સિઝન માટે 6 પાણ માટે મચ્છુ-1 ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે અને આજે મચ્છુ નહેર ખોલવામાં આવી છે.મચ્છુ-1 ડેમની કુલ ક્ષમતા 2435 એમસીએફટી સામે 2212 એમસીએફટી પાણી ઉપલબ્ધ છે. આ ડેમની કુલ પાણીની ઉંડાઈ 49 ફૂટની સામે 48.20 ફૂટ પાણી છે. કમાન્ડ વિસ્તારમાં પિયતની માંગણીને ધ્યાને લઇ પીવાના પાણીના જથ્થાને અનામત રાખી આશરે 90 થી 100 દિવસ સુધી 1200 એમસીએફટી પાણી રવિ સિઝન માટે છોડવામાં આવશે અને આ પાણીનો રવિપાક માટે વાંકાનેર તાલુકાના 19, ટંકારાના તાલુકાના 8 અને મોરબી તાલુકાના 3 સહિત 30 ગામના ખેડૂતોને લાભ મળશે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/