રાજ્ય સરકાર દ્વારા કુપોષણ સામે જંગ ચલાવવામાં આવી રહ્યો છે અને દરેક કિશોરી સશક્ત બને તેવું ગુજરાત સરકારનું લક્ષ્ય છે ત્યારે સશક્ત બનવા પોષણક્ષમ આહાર જરૂરી છે સાથે ખોરાકની ગુણવત્તા મહત્વની હોય જેથી તા. ૨૮ ના રોજ બપોરે ૨ થી ૩ કલાકે યુ ટ્યુબ પર લાઈવ કાર્યક્રમ યોજાશે જેમાં ખોરાકની ગુણવત્તા સુધારવા માટેની પદ્ધતિઓ વિષે માર્ગદર્શન આપવામાં આવશે
સરકાર દ્વારા આઈસીડીએસ વિભાગ કાર્યરત છે જેમાં આંગણવાડીમાં આવતી ૧૧ થી ૧૪ વર્ષની શાળાએ ન જતી અને ૧૫ થી ૧૮ વર્ષની તમામ કિશોરીઓને દર માસે પોષણ માટે 4 કિલોગ્રામ પૂર્ણા શક્તિના પેકેટ આપવામાં આવે છે સાથે ખોરાકની ગુણવત્તા અંગે વિશેષ જાણકારી મળી રહે તે માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા તા. ૨૮ ના રોજ બપોરે ૨ થી ૩ દરમિયાન સેટકોમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે જે ટેલીવિઝનમાં વંદે ગુજરાત ચેનલ નં ૦૧ અને યુ ટ્યુબ પર WCD ગુજરાત પર લાઈવ નિહાળી શકાશે જે કાર્યક્રમ મોરબી જીલ્લાની ૧૧ થી ૧૮ વર્ષની તમામ કિશોરીઓ લાભ લે તેમ જીલ્લા પ્રોગ્રામ ઓફિસર અને આઈસીડીએસ શાખા મોરબી દ્વારા જણાવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide