મોરબી : ખાનગી શાળાના શિક્ષકોને રાહત પેકેજ આપવા માંગ, આંદોલનની પણ ચીમકી

0
48
/

કોરોના મહામારી વચ્ચે સ્કૂલ ફી વિવાદનો અંત લાવવા સરકારે જે નિર્ણય લીધો છે જેથી ખાનગી શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા છે અને આજે સ્વનિર્ભર શાળા શિક્ષક મંડળ મોરબી દ્વારા કલેકટરને રજૂઆત કરી રાહત પેકેજની માંગ કરી છે

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

સ્વનિર્ભર શાળા શિક્ષક મંડળ મોરબીએ જીલ્લા કલેકટરને રજૂઆત કરી છે કે સરકારે તા. ૨૨ ના રોજ જે નિર્ણય લીધો છે તેથી સ્કૂલ ફી વિવાદ અંત આવશે કે નહિ તે કહેવું મુશ્કેલ છે રાજ્યમાં ૧૫ લાખ કરતા વધુ શિક્ષકો પ્રાઈવેટ શાળામાં શૈક્ષણિક કાર્ય કરી રહ્યા છે લાયકાત ધરાવનાર શિક્ષકોને સરકારી નોકરી ના મળતા ખાનગી શાળામાં નોકરી કરીને પરિવારનું ભરણપોષણ કરી રહ્યા છે તેમજ હાલની સ્થિતિને પગલે સરકારે અવિચારી રીતે ફી નહિ લેવાના પરિપત્રને લીધે મુશ્કેલીઓ વધી છે સરકાર અને વાલીઓની હાલની સ્થિતિમાં ૧૫ લાખ શિક્ષકો બેરોજગાર થયા છે સરકારે કરોડો રૂપિયાના પેકેજ જાહેર કર્યા છે જેમાં ખેડૂતો, ઉદ્યોગ, નાના વ્યવસાયો માટે રાહત પેકેજ અપાય છે તો ખાનગી શાળાના શિક્ષકો શા માટે પેકેજથી બાકાત છે તેવા સવાલ પૂછ્યા છે સરકાર, સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ એસોસીએશન અને વાલીમંડળ વચ્ચે ઘણા સમયથી ચાલતી ફીના વિવાદ સામે સરકાર તરફથી નો સ્કૂલ નો ફી નો ચુકાદો આપેલ છે અને સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ એસો દ્વારા સ્કૂલ બંધનું આંદોલન ચાલુ છે ત્યારે ખાનગી શાળાના પંદર લાખથી વધુ શિક્ષકો અને તેના પરિવાર માટે પણ સરકાર જવાબદાર છે જેથી સમાજનું ઘડતર કરતા, વિદ્યાર્થીઓમાં જીવનપ્રાણ પૂરીને ભારતના શ્રેષ્ઠ નાગરિકોની સમાજને ભેટ આપતા શિક્ષકોની નાણાકીય જરૂરીયાત સમજીને આર્થિક પેકેજ જાહેર કરે તેવી માંગ કરી છે અને યોગ્ય નિરાકરણ નહિ કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કે દેખાવ કરવા પડશે અને આંદોલનના માર્ગે જવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/