ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ માટે વિશેષ બજેટ, રેલવે યાર્ડ, ટ્રેડ પ્રમોશન કાઉન્સિલ અને જીએસટીમા રાહત આપવાની એપેક્ષા : ઘડિયાળ ઉદ્યોગ ઉપરનો જીએસટી હળવો કરવાની માંગ
મોરબી : આવતીકાલે શુક્રવારે કેન્દ્રિય બજેટ રજૂ થવાનું છે. ત્યારે મોરબીના સીરામીક એસોસિએશને મોરબીના વિકાસને લગતા પાંચ મુદાઓ આ બજેટમાં સમાવવાની માંગ ઉઠાવી છે. આજે મોરબીએ સીરામીક ક્ષેત્રે સમગ્ર ભારતનું નામ વિશ્વ ક્ષેત્રે ગુંજતું કર્યું છે. ત્યારે સીરામીક સિટીના વિકાસ માટેના આ ચાર સૂચનો માન્ય રાખવામાં આવે તેવી માંગ ઉઠાવાઈ છે. કેન્દ્રીય બજેટ આવતીકાલે તા. 5 જુલાઈને શુક્રવારના રોજ નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા રજૂ થવાનું છે. ત્યારે આ બજેટમાં મોરબીના વિકાસને લગતી જોગવાઈઓ પણ સમાવવામાં આવે તેવી મોરબી સીરામિક એસોસિએશન આશા સેવી રહ્યું છે.
સીરામીક ઉદ્યોગ માટે જીએસટીમાં રાહત અને ટ્રેડ પ્રમોશન કાઉન્સિલની રચના જરૂરી
મોરબીના સીરામીક ઉદ્યોગ આજે વિશ્વ ફલક ઉપર ખૂબ જાણીતો થયો છે. ત્યારે બજેટમાં આ ઉદ્યોગને પ્રોત્સાહન મળે તેવી સીરામીક એસો. આશા રાખી રહ્યું છે. સીરામીક ઉદ્યોગો માટે જીએસટીમા રાહત કરવામાં આવે તેમજ મોરબીના સીરામીક ઉદ્યોગો માટે અલગ ટ્રેડ પ્રમોશન કાઉન્સીલની રચના કરવામા આવે તેવી માંગ છે. જો આ મુદા કેન્દ્રીય બજેટમાં સમાવવામાં આવે તો મોરબીના સીરામીક ઉદ્યોગોને ઘણો ફાયદો થઈ શકે તેમ છે.
– મોરબી સીરામીક એસો. પ્રમુખ , નિલેશ જેતપરિયા
મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide