જખોરોના ત્રાસના બનાવો ઘણા ગામોમાંથી સામે આવે છે આવી જ રીતે મોરબી શહેરની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા પિતા-પુત્રોએ આજે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી લીધી છે જેથી ત્રણેયને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને આ બનાવની મોરબી પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે હોસ્પિટલે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
ગેરકાયદે વ્યાજે રૂપિયા દેવાના ધંધા ગામ ચાલી રહ્યા છે તેવી જ રીતે મોરબીમાં પણ ઠેર-ઠેર ગેરકાયદે વ્યાજે રૂપિયા ધિરાણ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે જોકે તેની સામે જવાબદાર તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહયા છે જેથી વ્યાજના ચક્રમાં ફસાયેલાં ઘણા લોકોને પોતાના જીવન ટૂંકાવવા પડે તેવા અંતિમ પગલાં લેવા પડે છે આવો જ એક બનાવ આજરોજ મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટી માં બન્યો હતો અને પોતાના ધંધાના વિકાસ માટે જે તે સમયે આજ થી ત્રણ મહિના પહેલાં વ્યાજખોર પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા અને વ્યાજખોરોએ ૧૦ થી ૧૫ ટકાના ઊંચા વ્યાજે રકમ આપી હતી જે રકમ આપવા માટે મુસ્લિમ પરિવાર અસમર્થ હતો તેમ છતાં પણ તેની પાસેથી વ્યાજ સહિતની રકમ વસૂલ કરવા માટે વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી
જેના કારણે આજે પિતા કરીમભાઈ મામદભાઈ અને તેના બે દિકરા અકબર કરીમભાઈ અને ઇકબાલભાઈ કરીમભાઈએ ઝેરી દવા ગટગટાવી હતી જેથી તે ત્રણેયને સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવ્યા છે અને હોસ્પીટલના બીછ્નેથી વિગત આપતા ઇકબાલભાઈએ કહ્યું હતું કે, પ્રતિકભાઈ, સુનીલભાઈ, ઉદયભાઈ અને દિલુભા પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા અને તેનો વ્યાજ સહિતના રૂપિયા માટે ત્રાસ હતો જો કે, રૂપિયા આપી શકાય તેમ ન હતા જેથી અંતિમ પગલું ભરી લેવા માટે બે દીકરા અકબર કરીમભાઈ અને ઇકબાલભાઈ કરીમભાઈ આપઘાત કરી રહ્યા હતા તે જોઇને તેના પિતા કરીમભાઈ મામદભાઈએ પણ તેઓની સાથે દવા પી લીધી હતી જો કે હાલમાં આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ હોસ્પીટલે પહોચી છે અને આગળની કાર્યવાહી હાથધરવામાં આવી છે
મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.