મોરબી : હત્યાના પ્રકરણમાં વધુ ત્રણ જીઆરડી જવાનો ઝડપાયા

21
272
/
યુવાનને માર મારનાર અન્ય શખ્સોની પણ તોળાતી ધરપડક

મોરબી : મોરબીના મકનસર ગામ નજીક નવા બની રહેલા પોલીસ હેડ ક્વાર્ટર પાસેથી એક યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવવાના બનાવમાં એક પોલીસ કર્મી અને પાંચ જીઆરડી જવાનોની.મુખ્ય સંડોવણી હોવાનું ખુલતા પોલીસે બનાવના દિવસે એક પોલીસ કર્મી અને બે જીઆરડી જવાનોને ઝડપી લીધા હતા.હાલ આ ત્રણેય આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર છે.ત્યારે તાલુકા પોલીસે અન્ય ત્રણ જીઆરડી જવાનો ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકાના મકનસર ગામ નજીક નવા બની રહેલા પોલીસ હેડ કવાર્ટરની સાઇટ પાસેથી ત્રણ દિવસ પહેલા એક યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસની વિશેષ તપાસમાં ખુદ પોલીસ કર્મી અને પાંચ જીઆરડી જવાનોએ આ યુવાનની હત્યા કર્યાનો ચોકવનારો ઘટસ્ફોટ થયો હતો.હેડ ક્વાર્ટરની સાઈટમાં કામ કરતા સુપરવાઈઝર રાકેશ રાઠોડે આ બનાવનો ખુલાસો કર્યો હતો.તેણે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, આ સાઇટ પર ફરજ માટે મુકાયેલા પોલીસ કર્મી કિશોરભાઈ ગોવાણી તથા પાંચ જીઆરડી જવાનોએ આ યુવાનને ઢોર માર મારતા તેનું મોત નીપજ્યું હતું..બાદમાં પોલીસની તપાસમાં તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે, આરોપી પોલીસ કર્મચારીને રાતાંવીરડા ગામે કોઈ શખ્સ મોબાઈલ ચોરીમાં પકડાયો હોવાની જાણ થતાં તે ત્યાં જઈને લોકોના હાથે માર ખાતા આ શકમંદ શખ્સને છોડાવી સાઇટ પર પૂછપરછના બહાને લઈ આવીને માર માર્યો હતો અને તેનું મોત થતા આ હત્યાના ગુનામાં આરોપી કિશોર ગોવાણી, કમલેશ દેગામાં અને હાર્દિક બરાસરાની ધરપડક કર્યા બાદ હાલ ત્રણેય આરોપીઓ ત્રણ દિવસના રિમાન્ડ પર છે.ત્યારે આજે તાલુકા પોલીસે આ બનાવના આરોપી ત્રણ જીઆરડી જવાનો સુરેશભાઈ દેવરાજભાઈ બાબરીયા, મુકેશભાઈ ઉર્ફે મુકો મોહનભાઇ પરમાર અને મહેશભાઈ કાનજીભાઈ પરમારને ઝડપી લઈને રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.જોકે આ બનાવમાં મૃતક યુવાનને માર મારનાર અન્ય શખ્સોની પણ ધરપકડ તોળાઈ રહી છે.

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

21 COMMENTS

Comments are closed.