મોરબી : જાહેરનામાનો ભંગ કરતા 27 લોકો સામે અટકાયતી પગલાં લેવાયા

0
47
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : અનલોક 2.0 દરમ્યાન લાગુ થયેલા રાત્રે 10 વાગ્યા બાદ કર્ફ્યુની અમલવારીનો ભંગ કરતા કુલ 27 લોકો સામે અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે.

મોરબી સીટી એ ડીવી પો. સ્ટે વિસ્તારના સિપાઈવા મેઈન રોડ પરથી 2, સાવસર પ્લોટમાંથી 1 સામે કોઈ જરૂરી કામ વગર રાત્રે 10 વાગ્યા બાદ બહાર નીકળવા બદલ તથા મોરબી રેલવે સ્ટેશન રોડ પર 2 મોબાઈલની દુકાનો, 1 રેડીમેઈડ ગાર્મેન્ટની દુકાન, તથા 1 ટાયરની દુકાનના માલિક સામે મોડી રાત સુધી દુકાન ખુલ્લી રાખવા બદલ કલમ 188 મુજબ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે.

જયારે મોરબી સીટી બી ડીવી પો. સ્ટે વિસ્તારમાં ત્રાજપર ચોકડી પાસેથી 1, માળીયા ફાટક પાસેથી 2, વીશીપરા શંકર આશ્રમરોડ પરથી 1, સામે બિનજરૂરી રાત્રે 10 વાગ્યા બાદ હરવા-ફરવા પર તથા નજરબાગ રેલવે સ્ટેશન સામે 1 પાનની દુકાન ધારક, મહેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાસે , જુના ઘૂંટુરોડ સ્વાગત ચેમ્બર પાસેથી 1 અને ઈન્દીરાનગર પ્રાથમિક શાળા પાસેથી 1 દુકાનદાર સામે રાત્રે 8 વાગ્યા બાદ દુકાન ખુલ્લી રાખવા સબબ કલમ 188 મુજબ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

POLICE-A-DIVISON
(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/