મોરબી જિલ્લામાંથી વિવિધ કલમો હેઠળ કુલ 21 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા

0
141
/

મોરબી: તાજેતરમાં ટ્રાફિકને અડચણરૂપ થતા, કોવિડ 19 ગાઈડલાઇન્સનો ભંગ કરતા, આરટીઓના નિયમોનો ઉલ્લાળિયો કરતા વિવિધ વાહન ચાલકો સામે અલગ અલગ કલમ હેઠળ ગુન્હાઓ નોંધી ગુરુવારે એક જ દિવસમાં મોરબી જિલ્લામાંથી કુલ 21 વાહનચાલકો સામે કાર્યવાહી કરી, વાહનો જપ્ત કરાતા નિયમભંગ કરતા વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ગુરુવારે એક જ દિવસમાં મોરબી જિલ્લામાંથી કુલ 21 વાહનો અલગ અલગ ગુન્હાની કલમો હેઠળ ડિટેઇન કરાયા હતા. જેમાં મોરબી સીટી.એ.ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવતા મોરબી નગર દરવાજા પાસેથી 1 સીએનજી રીક્ષા, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગેંડા સર્કલ પાસેથી ઓવર પેસેન્જર ભરેલી 1 સીએનજી રીક્ષા, ટ્રાફિકને અડચણરૂપ થાય એમ પાર્ક કરેલી 1 સીએનજી રીક્ષા, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં હળવદ હાઇવે, ઘૂંટુ ગામ નજીક, બાપા સીતારામની મઢુલી પાસેથી 1 બાઇક, 1 સીએનજી રીક્ષા સહિતના વાહનો વિવિધ કલમો હેઠળ ડિટેઇન પણ કરાયા હતા.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/