વાંકાનેરમાં આંગણવાડી બહેનોએ પડતર પ્રશ્નો અંગે પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું

0
67
/

વાંકાનેર: તાજેતરમા રાજ્યના આંગણવાડીમાં ફરજ બજાવતા બહેનો વિવિધ માંગણીઓને લઈને આંદોલન ચલાવી રહ્યા છે જેમાં આજે વાંકાનેર ખાતે પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું હતું.

ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદન પાઠવી જણાવ્યું છે કે ગુજરાતના એક લાખથી વધુ આંગણવાડી વર્કરો અને હેલ્પર બહેનોની રજૂઆત છે કે કોરોના કાળમાં આંગણવાડી વર્કર અને હેલ્પરોએ કપરી સ્થિતિમાં જીવના જોખમે કામગીરી કરી છે આખા દિવસ સર્વેની કામગીરી કરવામાં આવી હતી કેટલાક બહેનો કોરોના સંક્રમિત થયા છે ત્રણ બહેનોના મૃત્યુ થયા છે સર્વેની કામગીરી માટે કોઈ રકમ ચૂકવી નથી

તે ઉપરાંત પગારવધારા બાબતે રજૂઆત કરી જણાવ્યું છે કે વર્કર અને હેલ્પરોને લઘુતમ વેતન આપો, અન્ય રાજ્યો જેમ તાત્કાલિક રૂ ૧૦ હજાર માનદ વેતન આપો અને હેલ્પરના પગાર ખુબ ઓછા હોય વર્કરના પગારના ૭૫ ટકા લેખે ચુકવવા વધારો કરવામાં આવે તેમજ વિવિધ પડતર પ્રશ્નો ઉકેલવા પણ માંગણીઓ કરવામાં આવેલ હતી

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/