મોરબી : ગજકેશરી ફાઉન્ડેશન ક્ષત્રિય યુવા સંગઠનના હોદેદારોની નિમણુંક કરવામાં આવી

  0
  120
  /

  મોરબી : રાજપૂત સમાજના અગ્રણી પ્રવિણસિંહ ઝાલા (સાદુરકા), (ઇન્ડિયન આર્મી, સંરક્ષક, ગુજરાત રાજ્ય)ના માર્ગદર્શન અને નેજા હેઠળ મોરબી જીલ્લામા ગજકેશરી ફાઉન્ડેશન અંતર્ગત ક્ષત્રિય યુવા સંગઠનની ટીમની સ્થાપના કરવામા આવી હતી. ઉલ્લેખનીય છે કે આ સંગઠનના મુખ્ય હેતુ પર્યાવરણને લગતા, રાજપુત યુવા વર્ગને શૈક્ષણિક રીતે આગળ લાવવા, રાજપુત સમાજના વિધવા બહેનોની મદદ અને રાજપુત સમાજના ગરીબ લોકો માટે મેડિકલ હેલ્પ કરવાની છે.

  આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન ટીમમાં પ્રભારી તરીકે ધ્રુવરાજસિંહ જાડેજા (વાઘરવા), પ્રમુખ તરીકે શક્તિપાલસિંહ ચુડાસમા, મહામંત્રી તરીકે દિવ્યરાજસિંહ ઝાલા (નસીતપર), ઉપપ્રમુખ તરીકે દિવ્યરાજસિંહ જાડેજા (ગુંગણ), જિલ્લા મંત્રી તરીકે રાજદિપસિંહ રાણા (તાવી), સિધ્ધરાજસિંહ જાડેજા (ગુંગણ), ભવદીપસિંહ ઝાલા (પંચાસર), રાજભા ઝાલા (વાવડી), જિલ્લા કારોબારી તરીકે ઋતુરાજસિંહ વાઘેલા, કુલદીપસિંહ ઝાલા (ઇંગોરાળા), અમરસિંહ જાડેજા (મોડપર), સોસીયલ મીડિયા ઇન્ચાર્જ તરીકે રૂષિરાજસિંહ ઝાલા (કડિયાણા)ની નિમણુંક કરવામાં આવી છે,

  આ ઉપરાંત, શહેર સંગઠન ટીમમાં પ્રમુખ તરીકે ભગીરથસિંહ જાડેજા (વાવડી), મહામંત્રી તરીકે જયદિપસિંહ ચુડાસમા (રોજકા), કુલદીપસિંહ જાડેજા (વિરપરડા), અજયસિંહ રાઠોડ (વેજલપર), બ્રિજરાજસિંહ ઝાલા (પંચાસર), ઉપપ્રમુખ તરીકે રાજદિપસિંહ રાઠોડ (વેજલપર), ઘનશ્યામસિંહ ઝાલા (રંગપર), શક્તિસિંહ ઝાલા (સાદુળકા), શહેર મંત્રી તરીકે ક્રિપાલસિંહ રાણા (ઝાંપોદર), કુમારસિંહ રાણા (કળમ), રામભા ગોહિલ, ક્રિપાલસિંહ જાડેજા (બાલવા), વિરેન્દ્રસિંહ ગોહિલ (ભિખડા), શક્તિસિંહ ઝાલા (રામપર), શહેર કારોબારી તરીકે ક્રિપાલસિંહ જાડેજા (કુબેરનગર), સંદીપસિંહ રાઠોડ (વેજલપર)ની નિમણુંક કરવામાં આવેલ છે.

  (રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

  આ કાર્યક્રમને શોભાયમાન કરવા રાજપુત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પી. ટી. જાડેજા, મોરબી રાજપુત સમાજ પ્રમુખ, મોરબી રાજપુત સમાજના અગ્રણીઓ, રાજપુત યુવા સંઘના પ્રમુખ, યુવા રાજકીય અને સમાજ પ્રેમી જયરાજસિંહજી જાડેજા (વીરપૈડા), ટંકારા રાજપુત સમાજ પ્રમુખ તેમજ કરની સેના મોરબી જિલ્લા પ્રમુખએ હાજરી આપી હતી.

  વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

  તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

  અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

  /