મોરબી : મોરબી નજીક માળીયા ફાટક પાસે ગૌરક્ષકોની ટીમે આઇસર વાહન ખીચોખીચ ભરીને કતલનાખને ધકેલાતા 15 ગૌવંશને બચાવી લીધા હતા. તેમજ આ પશુઓ અને આઈસર સહિતનો મુદ્દામાલ અને આઇસર ચાલકને પોલીસને હવાલે કરી દેતા પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના ગૌરક્ષકોની ટીમને મળેલી બાતમીના આધારે મોરબીની માળીયા ફાટક પાસે આવેલ કાંતિનગર સોસાયટી નજીક આજે વહેલી સવારે ગૌરક્ષકો વોચમાં ગોઠવાયા હતા.તે સમયે જી.જે.13 એ.ડબ્લ્યુ 5520 નબરનું આઇસર વાહન ત્યાંથી નીકળતા ગૌરક્ષકોએ તેને અટકાવીને તલાશી લેતા આઇસર વાહનની પાછળના ભાગે ખીચોખીચ દોરડાથી બાંધેલી હાલતમાં પાંચ વાછરડા અને 10 ગાય મળી આવી હતી.આ વાહનમાં પશુઓ માટે ઘાસચારા કે પાણીની કોઈ વ્યવસ્થા જોવા મળી ન હતી.આથી આઇસર ચાલક સુભાષભાઈ રમેશભાઈ મકવાણા રહે રાજકોટ વાળાને પૂછપરછ કરતા આ ગૌવશને ભુજથી આઇસર વાહનમાં વડોદ ,વઢવાણની ગૌશાળામાં લઇ જતો હોવાનું જણાવ્યું હતું પણ તેની પાસે આ અંગે આધાર પુરાવા ન હોવાથી ગૌરક્ષકોની ટીમે આ તમામ મુદ્દામાલ સાથે આરોપીને બી ડિવિઝન પોલીસને સોંપી દીધો હતો અને આ બનાવ અંગે મોરબીના શિવસેના પ્રમુખ કમલેશભાઈ લુંજાએ બી ડિવિજનમાં ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે બી ડિવિઝન પોલીસે તપાસ ચલાવી ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide