મોરબીમાં નાના ધંધાર્થીઓને ધંધો શરુ કરવાની છૂટ આપવા કલેક્ટર સમક્ષ રજુઆત

0
106
/
/
/

મોરબી : મોરબી લારી-ગલ્લા એસોસિએશન દ્વારા રેકડીઓ, કેબીનો તેમજ છુટક મજુરી કરી ગુજરાન ચલાવતા ધંધાર્થીઓને સરકારના હાલના નીતીનિયમો અનુસાર સ્થાયી જગ્યા ફાળવી તેમનો ધંધો ચાલુ કરાવવા બાબતે કલેક્ટર તથા એસ.પી.ને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.

આ આવેદન પત્રમાં જણાવાયું છે કે હાલ દેશ ઉપર આવેલ આફતના સમયે ચાલુ ૨હેલ લોકડાઉન જે છેલ્લા 2 મહિના ઉપર થવા આવેલ હોય, તેથી નાના માણસો જેમ કે નાસ્તાની લારીઓ, ખાણીપીણીની લારીઓ તેમજ છૂટક પાન-મસાલાની લારીઓવાળા ભાઇઓને ઘરે બેસવાનો વારો આવ્યો હોય, અને છેલ્લા 2 માસથી તેઓ જેમ-તેમ કરીને તેમનું ગુજરાન ચલાવતા હોય. આથી, તેઓને મોરબી શહેરમાં નવા બસ સ્ટેન્ડ વિસ્તાર બાજુ અસ્થાયી રૂપે જગ્યા ફાળવી, તમામ નીતી- નિયમોનું ચુસ્તપણે પાલન કરાવી જેમ કે સોશ્યલ ડિસ્ટન્સ, સેનેટાઇઝીંગ, માસ્ક, હાથના મોજા સહીતની કાળજી રાખવી, તેમની રોજીગારી ચાલુ કરાવવા અપીલ કરવામાં આવી છે. કારણ કે હાલ અનલોક-1માં તમામ ધંધાર્થીઓના ધંધા ચાલુ થઇ ગયેલ હોય, પરંતુ નાના અને ગરીબ માણસોના રોજગારી ઉપર બહુ માઠી અસર હોય, તો તેઓનો ધંધો ચાલુ કરવા અરજી કરવામાં આવેલ છે.

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner