મોરબીઅને માળીયા (મી.)ના કુલ રૂ. દસ કરોડના રસ્તાઓના જોબ નંબર મેળવતા પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા

0
112
/

મોરબી : તાજેતરમા મોરબી – માળીયા (મીં.) વિસ્તારમાં જુદા-જુદા રસ્તાઓ માટે માર્ગ અને મકાન વિભાગ સાથે પરામર્શ કરી બ્રિજેશ મેરજાએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને વખતોવખત રજૂઆત કરતાં મોરબી તાલુકાનાં ગાળાથી વાઘપર રોડના સીડી વર્ક માટે રૂ. 80 લાખ, નવા સાદુળકાથી હરિપર ગુંદાવાડી સડક રૂ. 1 કરોડ 20 લાખના ખર્ચે તેમજ નેશનલ હાઇવેથી ટિંબડી સુધીના રોડ માટે રૂ. 1 કરોડ 50 લાખના ખર્ચે, મોટા દહીંસરાથી નાના ભેલા નોન પ્લાનમાં સીધો રસ્તો પડે તે માટે નવી સડક બનાવવા રૂ. 3 કરોડ 50 લાખ તેમજ મોટા દહીંસરાથી કુંતાસી સુધીના રસ્તા માટે રૂ. 2 કરોડ 25 લાખનો જોબ નંબર તેમજ સાંસદ વિનોદભાઇ ચાવડા, કાંતિભાઈ અમૃતિયા, જયંતિભાઈ સાણજા, માળીયા (મીં.) તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ રાઠોડ, તાલુકા ભાજપ પ્રમુખ મણિભાઈ સરડવા, મગનભાઇ વડાવિયા, બાબુભાઇ હુંબલની રજુઆતથી મોટી બરારથી નાની બરાર રસ્તાનું સ્લેબ ડ્રેન વર્ક માટે રૂ. 20 લાખ તેમજ નેશનલ હાઇવેથી વીરવદરકા એપ્રોચ રોડ રૂ. 70 લાખના નવા જોબ નંબર નીતિનભાઇ પટેલે મંજૂર કરેલ છે.

સાથોસાથ સાંસદ સભ્ય મોહનભાઇ કુંડારિયા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાની સતત રજૂઆતો ધ્યાને તત્કાલિન ધારાસભ્ય તરીકે બ્રિજેશ મેરજાએ દલવાડી સર્કલથી ઉમિયા સર્કલથી લીલાપર – રફાળેશ્વર કેનાલ રોડ પહોળો કરવા માટે રૂ. 22 કરોડનો જોબ નંબર મેળવેલો તેને તાબડતોબ તાંત્રિક મંજૂરી અપાવીને ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યા છે. આમાં કેનાલ રોડ 10 મિટર પહોળો થશે તેમજ વચ્ચે – વચ્ચે જ્યાં ટ્રાફિક ભારણ વધુ છે ત્યાં સિમેન્ટ રોડની પણ જોગવાઈ આ ટેન્ડરમાં આવરી લેવામાં આવેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/