મોરબીના ઘુંટુ ગામમાં ઓફિસની અંદર ચાલતું જુગારધામ પકડાયું : પાંચની ધરપકડ, રૂ. 2. 55 લાખની રોકડ કબ્જે

0
155
/

મોરબી : તાજેતરમા મોરબીના ઘુંટુ ગામે ઓફિસની અંદર ચાલતા જુગારધામ ઉપર પોલીસે રેઇડ પાડીને જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડયા છે. આ સાથે પોલીસે તેમની પાસેથી રૂ. 2.55 લાખની રોકડ મળી કુલ રૂ. 10.99 લાખના મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

મળતી વિગત મુજબ મોરબી તાલુકા પોલીસે ઘુંટુ ગામે નિલેશભાઈ તેજાભાઈ કોટડીયાની માલિકીની રાધે એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા નિલેશભાઈ તેજાભાઈ પટેલ, હિતેશભાઈ જાદવજીભાઈ પટેલ, જયેશભાઇ જીવરાજભાઈ પટેલ, જગદીશભાઈ વલ્લભભાઈ પટેલ અને ભાવેશભાઈ પટેલને રૂ. 2,55,010ની રોકડ અને બે કાર કિંમત રૂ. 8,00,000 તથા મોબાઈલ મળી કુલ રૂ. 10,99,010 સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરરેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/