મોરબી: નહેરૂ ગેઇટ ચોક નજીકમાં વીજપોલ નમી જતા તોળાતું જોખમ

0
37
/

મોરબી : તાજેતરમા મોરબી શહેરની હૃદય સમાન ભરચક્ક બજાર વિસ્તાર ગણાતા નહેરુ ગેઇટ ચોકમાં આવેલો એક વિજપોલ ધીરેધીરે કરતા સાવ જોખમી રીતે નમી ગયો છે.આ વિજપોલ એટલી હદે નમી ગયેલ છે.

આ વીજપોલ ગમે ત્યારે પડી જાય તેવી દહેશત ઉભી થઇ છે.નહેરુ ગેઇટ ચીક બજાર વિસ્તારમાં હોવાથી સદાય ધમધમતો રહે છે.લોકોની સૌથી વધુ ભીડ હોવાની સાથે નહેરુ ગેઇટ ચોકમાં ઘણા બધાં નાના ધંધાર્થીઓ અને પાથરણાવાળા બેસતા હોય છે.તેમજ વાહન પાર્કિગ પણ થાય છે.આવા સંજોગોમાં સૌથી વધુ ભીડભાડવાળા વિસ્તારમાં નમી ગયેલો વિજપોલ કોઈની માથે પડે તેવા એંધાણ હોવાથી કોઈ અઘટિત ઘટના બને તે પહેલાં સંબધિત તંત્ર આ વિજપોલ હટાવી લે તેવી લોકમાંગ પણ પ્રબળ બની છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/